fact INDIA

દિલ્હી સરકાર એ ભાજપ સરકાર ની કાપતા કહ્યું કે ભાજપ ……..

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સિસોદિયાએ કહ્યું કે કેન્દ્ર સરકારના મંત્રી દિલ્હી સરકારને ગાળો આપી રહ્યા છે. આ એમના સંસ્કાર છે. કેન્દ્રએ તમામ નિર્ણયો સુપ્રીમ કોર્ટ દ્વારા વઢ ખાધા પછી હાથ ધર્યા હતા. BJP તો ભારતીય ઝઘડા પાર્ટી બની ગઈ છે.સિસોદિયાએ કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે પિત્ઝાની હોમ ડિલિવરી થઈ શકે છે, તો રાશનની કેમ નહીં? ભાજપ હવે ભારતીય ઝઘડા પાર્ટી બની ગઈ છે. તેઓની પાસે ફક્ત રાજ્યો સામે ઝઘડાઓ કરવાનું જ કામ બાકી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે ઓક્સિજનનો મુદ્દો હોય કે પછી પરીક્ષા રદ કરવાનો, દરેકમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની વઢ ખાધી છે.

સિસોદિયાએ કેન્દ્ર સરકાર સામે ઓક્સિજનના પ્રશ્નને જટિલ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આને સમયસર સરખું કરવું જોઈએ તેમ હતું. સિસોદિયાએ જણાવ્યું હતું કે દોઢ કરોડ બાળકો કેન્દ્ર સરકાર સમક્ષ અરજ કરતા રહ્યા કે પરીક્ષા રદ કરો..પરીક્ષા રદ કરો, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં. બાદમાં જ્યારે સુપ્રીમ કોર્ટે આ અંગે દખલ કરી, ત્યારે છેક પરીક્ષા રદ કરવામાં આવી હતી.

સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનું વલણ યોગ્ય નથી. તેઓ ક્યારેક પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તો ક્યારેક દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સાથે ઝઘડો કરતા રહે છે. કેન્દ્રના મંત્રીઓ ટીવી પર આવીને રાજ્યને ગાળો જ આપી રહ્યા છે. કેન્દ્રના વરિષ્ઠ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને રાશનથી લઈને ઓક્સિજનના મુદ્દા અંગે કેજરીવાલ સરકારને ખરી-ખોટી સંભળાવી હતી. કેન્દ્ર સરકારથી મહારાષ્ટ્ર અને ઝારખંડ પણ ત્રસ્ત છે.

સિસોદિયાએ કહ્યું કે રાશન, ઓક્સિજન અને વેક્સિન મુદ્દે અપશબ્દનો પ્રયોગ કરવો એ એમના સંસ્કાર છે, મારા નથી. કેન્દ્ર સરકાર હવે ગરીબ લોકોના ઘરે રાશન પણ પહોંચવા દેવા માગતા નથી. 21મી સદીના IIT સ્કોલર તથા દિલ્હીના CM કેજરીવાલ જો ગરીબોના ઘરે-ઘરે રાશન પહોંચાડવા ઇચ્છતા હોય તો એમા ખોટું શું છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *