GUJARAT INDIA

લાઇવ TV શો માં સાંસદ સભ્ય ને થપ્પડ મારી ,આ બાબતે થઈ હતી મગજ મારી…

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પૂર્વ સલાહકાર અને પંજાબ પ્રાંતના વર્તમાન CMની સલાહકાર ફિરદોશ આશિક અવાન ફરીથી વિવાદોમાં સપડાઈ છે. બુધવારે રાત્રે ફિરદોશ એક ચેનલના ડિબેટ શોમાં પહોંચી હતી, જેમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સાંસદ કાદિર ખાન પણ હાજર હતા. કાદિરે ગત સપ્તાહની ટ્રેન દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં 67 લોકોનાં મોત નીપજ્યાં હતા. વળીં, કાદિરે પાકિસ્તાનમાં વીજકાપના પ્રશ્નનો પણ ઉલ્લેખ કર્યો હતો જેના પરિણામે ફિરદોશ અવાન ભડકી હતી. તેણીએ લાઈવ શો દરમિયાન કાદીરનો ઝભ્ભો પકડીને થપ્પડ મારી દીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

પાકિસ્તનમાં આ સમયે લોકો કાળજાળ ગરમીથી પિડાઈ રહી છે. દેશના લગભગ તમામ શહેરોમાં વિજળીની સમસ્યા સર્જાઈ છે. ગત મહિને ગ્રિડમાં ખરાબી આવતા ચાર કલાક સુધી આખા દેશનો વિજપ્રવાહ ઠપ થયો હતો. કરાચી સહિત ઘણા શહેરોમાં 20 કલાક સુધી વિજળી આવી નહોતી. ગત સપ્તાહે ઘોટકીમાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 67 લોકોના મોત નીપજ્યાં હતા અને 500થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. સરકારે આની તપાસ કરવાની પણ પહેલ કરી નહોતી. હવે જનતા અને વિપક્ષ આ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે અને ઈમરાને પણ ચુપ્પી સાધી દીધી છે. તો બીજી બાજુ એની પાર્ટીના સભ્યો વિપક્ષ સામે હાથાપાઈ કરી રહ્યા છે.

બુધવારે રાત્રે ‘એક્સપ્રેસ ટીવી’ના લાઈવ શૉમાં વિપક્ષના સાંસદ કાદિર ખાન હાજર હતા. આ શૉને જાવેદ ચૌધરી હોસ્ટ કરી રહ્યા હતા. 2 મહિના પહેલા વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પણ શૉમાં પોતાના પર કાબૂ ગુમાવ્યો હતો. ટ્રેન દુર્ઘટના અને વિજ-કાપ મુદ્દે સવાલ ઉઠતા ફિરદોશ અવાન ભડકી ઉઠી હતી. પહેલા તો એ ઉંચા અવાજે વાતો કરતી રહી, ત્યારપછી તેણી ઊભી થઈ ગઈ હતી. જેના કારણે શૉનો એન્કર પણ ઊભો થઈ ગયો હતો. પહેલા ફિરદોશે કાદિરનો ઝભ્ભો પકડ્યો અને પછી અચાનક થપ્પડ મારી દીધો હતો.

કાદિરે આરોપ લગાવ્યો હતો કે ફિરદોશ અવાનનું નામ બસ કૌભાંડમાં પણ સામે આવ્યું હતું, જેથી એને ફેડરલ કેબિનેટમાંથી હટાવીને પંજાબ પ્રાંતની સરકરામાં મોકલી દેવામાં આવી છે. અવાને મીડિયા સામે એકતરફી સમાચાર પ્રદર્શિત કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કાદિરે અવાનને દેશ સમક્ષ માફી માગવાની ઈચ્છા પ્રગટ કરી હતી.

જાન્યુઆરીમાં અવાને એક ઈન્ટર્વ્યૂ દરમિયાન કહ્યું હતું કે અમારે ત્યાં કાશ્મીર અને ભારતનું ચૂરણ (એટલે કે આ અંગે નિવેદનો આપવા) સૌથી વધારે વેચાય છે. આમ જોવા જઇએ તો અમે આ મુદ્દાઓને જ ઉઠાવીએ છીએ. ગત મહિને ઈદના કેટલાક દિવસ પહેલા ફિરદોશ અવાન લાહોરની એક માર્કેટમાં પહોંચી હતી. ત્યાં તેણીએ એક મહિલા આસિસ્ટન્ટ કમિશ્નર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જેની ઇમરાને પણ ટીકા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *