fact GUJARAT

બકરા લઇ જતી ટ્રક પલ્ટી મારી ગય ,તો બચેલ બકરા સાથે લોકો એ આવું કર્યું – જાણો અહી…

અચાનક આવી પડેલી મુસીબત કોઈ એક વ્યક્તિ માટે આફત તો અન્ય માટે અવસર પણ હોઈ શકે છે. એવો જ એક બનાવ નવસારીના હાઇવે પર બનવા પામ્યો છે. અમદાવાદથી મુંબઈના ટ્રેક પર ચીખલી નજીક બલેશ્વર ગામ પાસે વહેલી સવારે બકરા ભરેલી ટ્રક પસાર થતી હતી.

તે વેળા સંભવિત રીતે ડ્રાઇવરને ઊંઘ આવતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બીજા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 2 ટ્રક ભટકાતા બકરા ભરેલી ટ્રક ઉંધી પડી હતી. અમુક બકરા બચી જતાં લોકોએ લૂંટી લીધા હતા.

બીજા ટ્રક સાથે અથડાઈનવસારીના હાઇવે પર ટ્રકનો અકસ્માત થયો છે. અમદાવાદથી મુંબઈના ટ્રેક પર ચીખલી નજીક બલેશ્વર ગામ પાસે વહેલી સવારે બકરા ભરેલી ટ્રક પસાર થતી હતી. ત્યારે ડ્રાઇવરને ઊંઘ આવતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બીજા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ડ્રાઈવરને ઈજા થતાં ચીખલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઈર્જાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. સાથે જ લોડ થયેલા કેટલાક બકરા ટ્રક નીચે દબાવાથી મરી ગયા હતા. તો બચી ગયેલા બકરાઓનું કેટલાક તકસાધુ લોકોએ સ્થિતિનો ગેરફાયદો લઈને ડ્રાઈવરને સારવાર આપવાનું છોડી બકરાની લૂંટ ચલાવી હતી.

જેથી આજુબાજુના પંથકમાં આ વાત જાણીને આશ્ચર્ય સાથે રમૂજ ફેલાઈ હતી. આ સમગ્ર મામલે ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *