INDIA

વૃદ્ધ એ વેક્સિન લીધા પછી શરીર સાથે લોખંડ ચોટવા મંડયુ, પરિવારજનોએ કર્યો દાવો-જાણો સંપૂર્ણ વિગત

એક પરિવારે દાવો કર્યો છે કે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તેના પરિવારના એક વૃદ્ધ સભ્યને શરીરમાં ચુંબકીય શક્તિનું સર્જન થઈ ગયું છે. હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ તથા લોખંડનાં વાસણ તથા સિક્કા સરળતાથી ચોંટી રહ્યાં છે.આ તમામ સામગ્રી એવી રીતે ચોંટી રહે છે કે જાણે લોહચુંબક લોખંડ સાથે ચીપકી રહી હતી.

આ ઘટનાની માહિતી મળ્યા બાદ સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ ઘટનાની તપાસ માટે આદેશ આપ્યો છે. ગુરુવારે તેમણે કહ્યું હતું કે આ કેસમાં શું હકીકત છે એ અંગેની માહિતી સામે આવવી જોઈએ. શું એની પાછળ કોઈ તબીબી કારણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ એની તપાસ કરવામાં આવી રહી છે.

જોકે પરિવારે આ ઘટનાને પ્રમાણિત કરવા માટે એક વીડિયો પણ તૈયાર કર્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના શરીર સાથે ચમચી, નાની પ્લેટ અને ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતાં નાનાં વાસણો ચીપકી રહ્યાં છે.નાસિકના સિટી હોસ્પિટલના ડો.નવીન બાઝીના મતે આ પ્રથમ એવી ઘટના છે કે જ્યારે વેક્સિનેશન બાદ એક હાથ પર લોખંડ અને સ્ટીલનો સામાન ચીપકી રહ્યો છે.

તેમણે એ ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરમાં સલાહ લેવી જોઈએ, જ્યાં તેમણે વેક્સિન લીધી છે. જોકે આ અગાઉ આ પ્રકારની ઘટના ક્યારેય સામે આવી ન હતી. આ એક સંશોધનનો વિષય છે.નાસિકના શિવાજી ચોક વિસ્તારમાં રહેતા 71 વર્ષીય અરવિંદ જગન્નાથ સોનારે 2 જૂનના રોજ કોવિશીલ્ડના બન્ને ડોઝ પૂરા કરી લીધા હતા. ત્યાર બાદ તેમણે દાવો કર્યો હતો કે તેમના શરીરમાં આ પાવર આવ્યો છે.

અગાઉ પરિવારને એવું લાગતું હતું કે કદાચ પરસેવાને લીધે તેમના શરીરમાં આ વસ્તુઓ ચીપકી રહ્યા છે, પણ અનેક વખત આમ થવાથી તેમની ધારણા પણ બદલવા લાગી.અરવિંદનો દીકરો જયંતે પણ આ અંગે માહિતી આપી હતી કે તે સમાચારો જોઈ રહ્યો હતો. મેં મારા પિતાના શરીરના ભાગ પર કેટલાક સિક્કા જોયા. શરૂઆતમાં મને લાગ્યું કે તે ઊંઘી રહ્યા હશે અને જ્યારે તે જાગ્યા ત્યારે પરસેવાને લીધે બેડ પર પડેલા સિક્કા તેમને ચોંટી ગયા હશે. થોડીવાર પછી તેમણે અન્ય કેટલીક વસ્તુઓ શરીર સાથે ચીપકાવી દીધી તો અમારી ધારણા સંપૂર્ણપણે બદલાઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *