INDIA

લોકો ના હિત ને ધ્યાન માં રાખી ને સુપ્રીમ કોર્ટ નો મોટો નિર્ણય – જાણો અહી

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું હતું કે તેમણે ચોક્કસપણે વન નેશન-વન રાશન કાર્ડ સ્કીમ લાગુ કરવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે આ સ્કીમ મારફત શ્રમિકોને તેમનાં રાજ્યો ઉપરાંત સમગ્ર દેશમાં ગમે તે સ્થળેથી રાશન મળી શકશે, એટલે કે શ્રમિક જ્યાં કામ કરે છે એ જગ્યાથી રાશન મેળવી શકે છે.સુપ્રીમ કોર્ટે સુઓમોટો અરજીને ધ્યાનમાં રાખી આ અંગે મહત્ત્વનો આદેશ આપ્યો છે.

કોર્ટે સ્થળાંતરિત શ્રમિકોની મુશ્કેલી તથા ગરીબી અંગે રાજ્યો પાસેથી પણ જવાબ માગ્યો હતો. આ કેસમાં એક્ટિવિસ્ટ અનિલ ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપ ચોકરએ પણ નવી અરજી દાખલ કરી છે. ન્યૂયમૂર્તિ અશોષ ભૂષણ અને ન્યાયમૂર્તિ એમઆર શાહની બનેલી ખંડપીઠે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.કેન્દ્ર અને રાજ્યોએ પણ આ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

પંજાબ અને મહારાષ્ટ્રના વકીઓએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે અમે અમારા રાજ્યોમાં આ સ્કીમ લાગૂ કરી દીધી છે. ત્યાર બાદ બંગાળના વકીલે કહ્યું કે આધારના સીડિંગ ઈશ્યુને લીધે અમે હજુ આ સ્કીમ પોતાના રાજ્યોમાં લાગૂ કરી શક્યા નથી.

કેન્દ્રએ પણ કહ્યું છે કે દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસઢ અને આસામ જેવા રાજ્યોએ આ સ્કીમને લાગૂ કરી નથી. જોકે, દિલ્હી તરફથી રજૂઆત કરતા વકીલે કહ્યું કે અમે આ સ્કીમને લાગૂ કરી છે.એક્ટિવિસ્ટ દ્વારા સીનિયર વકિલ દુષ્યંત દવેએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ એવા શ્રમિકોને પણ મળવો જોઈએ, જેમની પાસે રાશન કાર્ડ નથી.

કેન્દ્ર પોતાની જવાબદારીઓ રાજ્યને સોંપવાની કોશિશ કરી રહી છે.આ અંગે કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ આપ્યો હતો કે આ યોજના નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે અને સ્થળાંતર કરનારાઓની સંખ્યા નક્કી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 8 લાખ મેટ્રિક ટન અનાજ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *