GUJARAT

લેઉવા – કડવા પાટીદારો ફરી એક સાથે મંચ પર આવશે ,ખોડલ ધામ ખાતે ની બેઠક માં મોટી રાજકીય ઉઠલ પાથલ થશે ,જાણો અહી

આ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારીઓના ભાગરૂપે યોજાશે. પરંતુ ભાજપ કોઈ પ્લાનિંગ કરે એ પહેલા એક મોટો સંયોગ થવા જઈ રહ્યો છે. 12મી જૂને ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાની બેઠક યોજાવાની છે.આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા જાન્યુઆરી 2021માં એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા.તેમાં સમાજના પ્રશ્નોની અને સરકાર લેવલે રજૂઆત કરવાની હોય તો તે મુદ્દે ચર્ચા થાય છે. આવતીકાલની બેઠકમાં બિન અનામત આયોગ અને નિગમના ચેરમેનની નિમણૂંક પડતર રહી છે, એટલે એ બાબતે ચર્ચા થશે. તેમજ કોરોનામાં ભાંગી પડેલા વેપાર-ધંધા પર પર ચર્ચા કરાશે.

હાલ ચૂંટણીની ચર્ચા અત્યારના તબક્કે અસ્થાને છે. જો કે બેરોજગારી મામલે પણ ચોક્કસ ચર્ચા થશે, ત્યાર બાદ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં ઉથલ પાથલની શક્યતા છે. આ બેઠકમાં લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે.

આ બેઠક ખોડલધામ કાગવડ ખાતે સવારે 10 કલાકે યોજાશે. ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠક છે.જાન્યુઆરી, 2021માં ઉંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજ વચ્ચે બેઠક યોજાઈ હતી.

ઉમિયાધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, રાજકીય અને સામાજિક બાબતોમાં જ્યારે પાટીદાર સમાજની નોંધ લેવામાં આવતી નથી. જીડીપી વધારી શકે તેવી શક્તિ પાટીદાર સમાજમાં છે, ઉદ્યોગથી લઈને તમામ ક્ષેત્રમાં પાટીદાર ભાઈઓ છે. લેઉવા અને કડવા પાટીદાર સમાજ ક્યારેય અલગ રહ્યો નથી, બન્ને સાથે મળીને શૈક્ષણિક અને સમાજના ઉત્થાન માટેના કાર્યો કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *