SPORT

અમ્પાયરે નોટ આઉટ આપતા આ દિગ્ગજ ટીમ ના કેપ્ટન એ સ્ટંપ ઉખાડી ને ફેંક્યા – જુઓ વિડિયો

ઢાકા પ્રીમિયર લીગમાં ફેન્સને શાકિબનું અલગ રૂપ જોવા મળ્યું હતું. અમ્પાયરે પ્લેયરને આઉટ ન આપતા શાકિબે દુર્વ્યવહાર આચર્યો હતો. એટલું જ નહીં એણે સ્ટંપ્સને જોરદાર લાત મારી હતી અને અમ્પાયર સાથે વિવાદ કર્યો હતો.આ મેચ શાકિબની ટીમ મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ અને અબાહાની લિમિટેડ વચ્ચે શુક્રવારના રોજ યોજાઈ હતી.

બાંગ્લાદેશી ઓલરાઉન્ડરના બોલ મુશફિકુર રહીમના પેડ પર વાગ્યો હતો. જેથી એણે અપીલ કરી હતી. અમ્પાયરે અપીલને નકારી કાઢી હતી. જેથી શાકિબ અલ હસન ગુસ્સે થયો હતો અને અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઘટના ઈનિંગની છઠ્ઠી ઓવરમાં ઘટી હતી.

ત્યારપછી મેચને સસ્પેન્ડ કરવામાં આવી હતી.આ મેચમાં શાકિબે 27 બોલમાં 27 રન બનાવ્યા હતા. જેની સહાયતાથી તેઓની ટીમે પ્રથમ બેટિંગ કરતી વેળાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાનમાં 145 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં અબાહાનીએ 5.5 ઓવરમાં 3 વિકેટે 31 રન બનાવ્યા હતા. શાકિબ, મેચ સસ્પેન્ડ થઈ હોવા છતાં પણ અમ્પાયરની નજીક આવી પહોંચ્યો અને સ્ટમ્પ્સને ઉખાડી ફેંક્યા હતા અને અમ્પાયર વિરૂદ્ધ વિવાદ કર્યો હતો.

ICCએ એની વિરૂદ્ધ પ્રતિબંધ 2019માં બુકી દ્વારા સંપર્ક કરાયો હોવા છતાં રિપોર્ટ ના આપવાને કારણે લગાવ્યો હતો. આ કિસ્સો શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની શ્રેણી દરમિયાન ઘટ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *