GUJARAT INDIA SPORT

37 વર્ષ પાછી ભાવનગર નો કોઈક ટીમ માં આવ્યું ,આની પેહલા આ દિગ્ગજ ખેલાડી ટીમ માં હતા – કૉમેન્ટ કરી શુભેચ્છા આપીએ

ભાવનગરના વરતેજ ગામના યુવકની ભારત શ્રીલંકા સામે વનડે અને ટી-20 મેચ માટે પસંદગી કરવામાં આવી છે. આગામી જુલાઇ માસમાં રમાનારી મેચમાં વરતેજ ગામના ચેતન સાકરીયાની પસંદગી કરવામાં આવી છે. આ પહેલાં ભાવનગરના અશોક પટેલની ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી, અશોક પટેલે વર્ષ 1984માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું. અશોક પટેલ ઓફ સ્પિનર હતા અને તેણે ભારત તરફથી 08 વનડે મેચ રમીને 07 વિકેટ ઝડપી હતી.

‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ તે કહેવતને સાર્થક કરતા ગોહિલવાડી ગુજ્જુ ચેતન સાકરીયાએ ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી મેળવી છે.ચેતન સાકરીયા કે જે ભાવનગર ભરુચા કલબ ખાતે ક્રિકેટ રમી રણજી ટ્રોફી અને ત્યારબાદ આઇપીએલ અને હવે ભારતીય ક્રિકેટ ટીમમાં રમવા પસંદગી પામ્યો છે. યુવા ક્રિકેટર ચેતન સાકરીયા તાજેતરમાં શ્રીલંકા ખાતે રમાનાર ક્રિકેટ શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદગી પામ્યો છે. જેથી ભાવનગરના વરતેજ ખાતે રહેતા ચેતન સાકરીયાના પરિવારમાં આનંદની લહેર છવાય છે. ચેતન સાકરીયા કે જે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સમાં પસંદગી પામ્યો તે પહેલાં તેના ભાઈનું આકસ્મિક નિધન થયું હતું. જેથી તે સમયે પણ પરિવારમાં શોકના માહોલ વચ્ચે એક ખુશીની લહેર જોવા મળી હતી.

ચેતન સાકરીયા સૌરાષ્ટ્રનો ભારતીય ટીમમાં પસંદ થનારો ચોથો સક્રિય ખેલાડી બન્યો છે, હાલ ચેતેશ્વર પુજારા અને રવીન્દ્ર જાડેજા ઘણા લાંબા સમયથી ભારતની ટીમમાં રમી રહ્યા છે. આ અગાઉ જયદેવ ઉનડકટ ભારતીય ટિમ તરફથી રમી ચુક્યો છે. 23 વર્ષીય ચેતન સાકરીયા આઇપીએલમાં રાજસ્થાન રોયલ તરફથી 07 વિકેટ લઈ ચૂક્યો છે.

પરિજનોની આકસ્મિક વિદાય વચ્ચે પણ અડગતા દાખવી ક્રિકેટમાં પોતાનું આગવું પ્રદર્શન કરનાર અને ગોહિલવાડની યશકિર્તીમાં વધારો કરનાર ચેતન સાકરીયાનો ભારતીય ટીમમાં સમાવેશ થતા પરિજનોમાં આનંદ છવાયો છે. આઈપીએલમાં પસંદગી પહેલા ભાઈનો સાથ ગુમાવ્યો અને ભારતીય ટીમમાં પસંદગી થતા પહેલા પિતાની છત્રછાયા ગુમાવનાર ચેતન સાકરીયાની શ્રીલંકા સામેની શ્રેણી માટે પસંદગી કરવામાં આવી છે. જેથી પરિજનોની ખોટથી શોકમાં ગરકાવ પરિવારમાં ખુશીની લહેર છવાઇ છે.

ચેતન સાકરીયા ભારતીય ટીમમાં પસંદગી પામ્યો છે તે પહેલાં તેના પિતાનું પણ થોડા સમય અગાઉ નિધન થતા તે પોતાના પુત્રને ભારતીય ટીમમાં રમતો જોઈ ન શક્યા. પરંતુ આજે ભાઈ અને પિતાના સ્વપ્નને સાકાર કરતા ચેતન સાકરીયા ભારતીય ટીમમાં પસંદ પામી શ્રીલંકા જવા રવાના થયો છે. ચેતનની માતા અને બહેનના કહેવા મુજબ માતાપિતાએ પોતાના બાળકોને સપોર્ટ આપી તેના જુસ્સાને બળ આપવું જોઈએ જેથી બાળક તેના ટાર્ગેટ સુધી પહોંચી શકે. ભાઈ અને પિતાની ખોટ ક્યારેય નહીં પુરાય, પરંતુ ચેતનની મહેનત અને પ્રદર્શનથી તેની ભારતીય ટીમમાં પસંદગી થતા પિતાના સ્વપ્નને સાકાર કર્યાનો ગૌરવ તેઓ લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *