GUJARAT INDIA

ખોડલધામ ખાતે પાટીદાર મુખ્યમંત્રી માં સુર ગુંજતા નીતની પટેલ નું મોટું નિવેદન ,જાણો અહી

ખોડલધામમાં પાટીદારોની બેઠક મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, દરેક સમાજ પોત-પોતાની રીતે માંગણી કરે છે. ભાજપ રાષ્ટ્રીય પક્ષ છે. રાજકીય નિર્ણય પક્ષનું મોવડીમંડળ નક્કી કરે છે. કોઇ પણ સમાજ ગમે તે માગણી કરે તેમનો હક છે. પાર્ટી જરૂરિયાત મુજબ યોગ્ય નિર્ણય કરતું હોય છે. હાલ ચૂંટણી નથી એટલે નિર્ણય કોઈ કરવાની જરૂર નથી. દરેક સમાજ પોતાની રીતે સંગઠીત થાય છે. શૈક્ષણિક રીતે આગળ આવવા એકત્ર થતા હોય છે. આજે કડવા અને લેઉઆ પટેલ સમાજ એકત્ર થયા છે. દરેક સમાજ એકત્ર થાય તે સમાજનો અધિકાર છે.

ખોડલધામ ખાતે પાટીદાર અગ્રણીઓની બેઠક બાદ હાર્દિક પટેલની પોસ્ટ સામે આવી છે. બેઠક બાદ હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટમાં પાટીદાર આંદોલનને લઈ નિવેદન આપ્યું છે. હાર્દિકે કહ્યું કે, મેં અને મારી ટીમે જે બીજ વાવ્યું તે વટવૃક્ષ બનશે. હાર્દિક પટેલે હેસટેગ પાટીદાર લખીને આ પોસ્ટ કરી છે.

કાગવડ ધામ ખાતે લેઉવા અને કડવા પટેલ અગ્રણીઓની બેઠક બાદ ચેરમેને જણાવ્યું કે, આજની બેઠકમાં મહત્વની ચર્ચા કરાઈ છે. ખાસ કરીને સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેવી રીતે મળે તે અંગે મંથન કરવામાં આવ્યું હતું. સાથે જ પાટીદાર સમાજના વિકાસ અંગે પણ ચર્ચા કરાઈ હોવાની વાત નરેશ પટેલે કરી હતી.

તો આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવશે અને હવેથી લેઉવા-કડવા નહી હવે પાટીદાર લખાશે. તો નરેશ પટેલે તાજેતરમાં જ રાજ્યમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને લઈને પણ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરીશું. તો જરૂર પડશે તો ચૂંટણીમાં સારા ઉમેદવારને ટેકો આપવાની પણ વાત તેમણે કરી હતી.

ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠકને લઈને ખોડલધમના ચેમમેન નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઊંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે, તેને જોઈને ગુજરાતમાં તેને સ્થાન મળી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *