GUJARAT INDIA

કેજરીવાલ નું ગુજરાતી ભાષા માં ટ્વીટ ,કહ્યું આવતી કાલે હું આવું છું આટલા લોકો આપ માં જોડાશે

11મી જૂને લેઉવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર એવા કાગવડના ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પાટીદારના આગેવાનોની બેઠક મળવાની હોવાની જાહેરાત થતા જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો હતો. તેમાં પણ 12મી જૂને કાગવડ ખોડલધામ મંદિર ખાતે લેઉઆ અને કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પછી નરેશ પટેલ કોરોનામાં સરકારની કામગીરીની ટીકા કરી અને દિલ્હી અને અન્ય રાજયોમાં આમ આદમી પાર્ટીએ કરેલી કામગીરીના વખાણ કરતા નવા રાજકીય સમીકરણોના એંધાણ છે.

આ ઘટનાક્રમ વચ્ચે 14મીની સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેમજ તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરી કહ્યું કે, હું આવતીકાલે ગુજરાત આવી રહ્યો છું. તેમના આ પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે એવી પુરી શક્યતા છે.

જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ સહિત કેટલાક નેતાઓની વરણી, ભાજપમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાત અને 15 જૂને ધારાસભ્યોની બેઠક મળવાની છે. જેની વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. 14 જૂને આપના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલે આ પ્રવાસના એક દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કર્યું કે “હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનને મળીશ”.

સૂત્રો મુજબ કેજરીવાલ સવારે 10.20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી સીધા તેઓ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે જશે. જ્યાં કેટલાક નેતાઓ અને આમ આદમી પાર્ટીમાં જોડાનારા કાર્યકરો સાથે બેઠક કરી શકે છે. બાદમાં તેઓ વલ્લભ સદન ખાતે પત્રકાર પરિષદ કરવામાં આવશે. જ્યાં આમ આદમી પાર્ટીમાં પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી અને બાકી 10 લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાય એવી શક્યતા છે. બપોરે નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે. આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાતની મુલાકાતને પણ સૂચક માનવામાં આવી રહી છે.

તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત આગામી દિવસોમાં મોટી રાજકીય હલચલ થઇ રહી હોવાના સંકેત આપી રહી છે. સૂત્રો મુજબ જે અનુભવી નેતાઓ સાથે પ્રભારી ભૂપેન્દ્ર યાદવે બેઠક કરી હતી તેમને તેમણે સ્પષ્ટ પૂછયું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પર્ફોમન્સ, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું કાર્ય કરવાની શૈલી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રદેશ નેતૃત્વ કેવું? પ્રભારીએ ત્યાં સુધી પૂછ્યું હતું કે,આપની ગુજરાતમાં અત્યારની સ્થિતિ અને આગળ શું થઇ શકે.

ભાજપના પ્રદેશ પ્રભારીએ પ્રથમ વખત ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાબતે કદાચ પૂછ્યું હશે. સામાન્યરીતે અત્યાર સુધી આપ બાબતે ભાજપ સજાગ હતો. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દેખાવથી ચિંતા અનુભવે છે તેવું ગણી શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *