fact INDIA

સોસાયટી ના પાર્કિંગ માં ગાબડું પડ્યું તો આખેઆખી કાર 10 સેકંડ માં કૂવા માં ઉતરી ગઈ – જુઓ આખો વિડ્યો

મુંબઈમાં છેલ્લાં કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે 13 જૂન સુધી મુંબઈ, ઠાણે અને રાયગઢ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. જોકે, આ દરમિયાન ઘાટકોપર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના પાર્કિગમાં કાર કૂવામાં ગરકાવ થઈ ગઈ હતી.

જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો પણ થયો છે. મહત્ત્વનું છે કે, સોસાયટીમાં પહેલાં એક કૂવો હતો જેને પુરાણ કરી RCCનો સ્લેબ ભરી પુરી દીધો હતો. આ પછી છેલ્લાં કેટલાક દિવસથી ભારે વરસાદ થવાને લીધે RCCનો સ્લેબ તૂટી ગયો હતો અને તેના પર પાર્ક કરાયેલી કાર કૂવામાં આખેઆખી ગરકાવ થઈ ગઈ હતી.

સોસાયટી ના પાર્કિંગ માં ગાબડું પડ્યું તો આખેઆખી કાર 10 સેકંડ માં કૂવા માં ઉતરી ગઈ – જુઓ આખો વિડ્યો

ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના અંગે BMCએ એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે, ‘આ ઘટના અંગે કોર્પોરેશનને કંઈ લેવા દેવા નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *