GUJARAT INDIA

ગુજરાત માં કેજરીવાલ આવતા ની સાથે જ આપ્યું મોટું નિવેદન ,જાણો અહી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હવે ટૂંક સમયમાં નવરંગપુરામાં પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા. કેજરીવાલના સ્વાગતને લઈને અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા, ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારી સહિત 40 જેટલાં કર્મીઓ ગોઠવાયા ગયા હતા. એરપોર્ટ પર કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.

કેજરીવાલે દેશની આઝાદી અને ત્યારબાદ તેના નિર્માણમાં ગુજરાતીઓના યોગદાનને બિરદાવ્યા હતા. જો કે, આ વેળાએ તેમણે વ્યૂહાત્મક રીતે ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલનું જ નામ લીધું હતું. બાકી, મહાત્મા ગાંધી સહિત અન્ય કોઈ ગુજરાતી નેતાઓના નામ લીધા નહોતા. કેજરીવાલે કહ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં ગુજરાતી નેતાઓ જ નહીં, ગુજરાતી આમઆદમીનું પણ મહત્ત્વનું યોગદાન હતું. દેશ આઝાદ થયો તે પછી 500થી વધુ રજવાડાઓને એક કરીને સરદારે ખરા અર્થમાં દેશને એક કર્યો હતો. સરદારના યોગદાન વિના આજે જે ભારત છે તે બની શક્યું ન હોત.

પ્રેસ કોન્ફ્રન્સ ઈશુદાને જણાવ્યું કે, જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષથી પત્રકાર તરીકે વિચાર્યુ ન હતું કે હું આ સ્ટેજ પર હોઈશ. એક પત્રકાર તરીકે લોકોને લાભ અપાવી શકીએ એવો મેં પ્રયાસ કર્યો છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરી. વ્યક્તિ જેવો હોય એવો જ રહેવો જોઈએ. મને લાગ્યું હવે બમણી મહેનત કરવી પડશે જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. હવે પ્રજાનું શુ થશે? એવી પીડા થતી હતી. સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે. હવે ગુજરાતમાં ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે. બનતી કોશિશ કરીશ કે રાજનીતિની ગંદકી દૂર કરીશું. કોંગ્રેસ પણ આમા નબળી પડી છે જેથી જનતાને વિકલ્પ જોઈએ છે.

આશ્રમ રોડ પર આવેલા વલ્લભ સદન હવેલી મંદિરમાં અરવિંદ કેજરીવાલની પ્રેસ કોનફરન્સ રાખવામાં આવી છે. કોનફરન્સને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પ્રેસ કોનફરન્સ મંદિરમાં હોવાથી તમામ પત્રકારો, કેમેરામેન, આમ આદમીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિતના હાજર લોકો પ્રેસ કોનફરન્સ રૂમમાં બુટ, ચંપલ બહાર કાઢીને આવ્યા હતા. પરંતુ બી ડિવિઝન એસીપી એલ.બી ઝાલા અને ગુજરાત યુનિવર્સિટી પીઆઇ વી.જે જાડેજા અને ગનમેન મંદિરમાં પ્રેસ કોનફરન્સ હોલમાં બુટ પહેરીને આવ્યા હતા. મંદિરમાં બુટ ચંપલ પહેરીને પ્રવેશની મનાઈ હોય છે. પોલીસ બંદોબસ્તમાં હાજર અન્ય અધિકારીઓ પણ બહાર બુટ કાઢીને આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *