GUJARAT INDIA

કેજરીવાલ અને ઇસુદાન ગઢવી મળ્યા ,અને ઇસુદાન ગઢવી આપ માં જોડાયા ,જાણો અહી

કેજરીવાલ અને ઇસુદાન ગઢવી મળ્યા ,અને ઇસુદાન ગઢવી આપ માં જોડાયા ,જાણો અહી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવ્યા છે. આપ ના કાર્યકરો દ્વરા તેમનું એરપોર્ટ પર જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું અન પછી તેઓ સર્કિટ હાઉસ ગયા હતા. કેજરીવાલ અએજ અમદાવાદમાં પાતી ના મુખ્ય કાર્યાલય નું ઉદ્ઘાટન કરવા ગુજરાત પહોચ્યા છે.

કેજરીવાલ બાદમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે. કેજરીવાલના આગમનથી આપ ના કાર્યકરોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ વલ્લભ સદન હવેલી મંદિર ખાતે યોજાઈ રહી છે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે.મંદિરમાં પ્રેસ કોન્ફરન્સ હોવાથી તમામ કાર્યકરો, પત્રકારો સહીત ના લોકો બુટ-ચપ્પલ બહાર કાઢીને જ અંદર પ્રવેશ મેળવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે પણ તેમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા હતા.કાર્યકરો માસ્ક વગર જ જોવા મળ્યા હતા. આ સાથે આપ નેતા ગોપાલ ઈટાલીયા ની હાજરીમાં VTV ન્યુઝ ચેનલ ના પૂર્વ એડિટર ઇસુદાન ગઢવી પણ કેજરીવાલ ને મળ્યા હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

જણાવી દઈએ કે ઇસુદાન ગઢવીએ થોડા દિવસ પહેલા એડિટર પદેથી રાજીનામું આપ્યું હતું અને રાજકારણમાં આવવાની વાત કરી હતી.વાત એવી પણ ચાલી રહી છે કે વલ્લભ સદનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યાં પૂર્વ પત્રકાર ઇસુદાન ગhવી અને ૧૦ જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. ઇસુદાન ગઢવી કેજરીવાલ ને મળતા ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *