Uncategorized

વિજય રૂપાણી નો મોટો નિર્ણય ,રાજ્ય માં પરિસ્થિતિ જોઈ ને કહ્યું કે…..

દર્દીઓના સગાએ રેમડેસિવિર ઈન્જેક્શન તથા ઓક્સિજનના બાટલા માટે દોડાદોડ કરવી પડી હતી. હોસ્પિટલમાં બેડ-વેન્ટિલેટર ઉપરાંત દવાઓની પણ વ્યાપક અછત સર્જાઈ હતી. આ તમામ અંધાધૂંધી પરથી ધડો લઈને હવે ગુજરાત સરકારે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાનો એક્શન પ્લાન રજૂ કર્યો છે.

જો કે, પોતે શું કરવાના છે તેની મોટી-મોટી વાતો કરવામાં સરકારે વિવેક ચૂકીને ત્યાં સુધી કહી દીધું કે કોરોનાની બીજી લહેરમાં તેમણે ક્યાંય દવાની તકલીફ પડવા જ દીધી નહોતી.ગાંધીનગરમાં આજે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના ત્રીજા વેવ માટેની તૈયારીઓનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બીજો વેવ ખૂબજ ઝડપથી કંટ્રોલમાં આવી ગયો છે. ત્યારે નિષ્ણાંતોએ ત્રીજા વેવની આગાહી કરી છે,

આ સમયે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોઈ પણ દર્દીને ક્યાંય પર સારવાર માટે તકલીફ પડે નહીં તેની તકેદારી રાખશે. ટૂંક સમયમાં ચાર હજાર પીડિયાટ્રિક બેડ, 30 હજાર ICU અને 15 હજાર વેન્ટિલેટર બેડ તૈયાર રખાશે અને દર્દીઓને ઘરની નજીકમાં સારવાર મળશે.આ પ્રસંગે જ આરોગ્ય કમિશનરે શિવહરેએ જણાવ્યું કે, રાજ્ય સરકારે તો કોરોનાના બીજા વેવમાં પણ દવાની તકલીફ પડવા દીધી નથી. કદાચ સરકારને એ વાસ્તવિકતા બહુ ઝડપથી વિસરાઈ ગઈ હતી કે કેવી રીતે દર્દીઓના સગા રેમડેસિવિર માટે વલખાં મારતા હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

ઝાયડસ હોસ્પિટલ તથા અન્ય વિતરણ કેન્દ્રો બહાર દર્દીના સ્વજનો રેમડેસિવિર માટે 24-24 કલાક લાઈનમાં ઉભા રહેતા. ઓક્સિજનના બાટલા મેળવવા અને તેને રિફિલ કરાવવા કેવી રીતે ચાર-પાંચ ગણો ભાવ ચૂકવવો પડ્યો હતો.રાજ્યમાં રસીકરણનો આંક 2 કરોડને પાર થઈ ગયો છે. રાજ્યના 1.55 કરોડ એટલે કે 33.51% લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 45.45 લાખ એટલે કે 9.81% વસતીએ બંને ડોઝ લીધા છે. દરમિયાનમાં રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે આખા રાજ્યમાં માત્ર 6 દર્દીના જ કોરોનાના કારણે મોત થયા છે.

તેમાં અમદાવાદ શહેરમાં 2 અને જામનગર શહેરમાં 1, તેમજ જૂનાગઢ, ભરૂચ અને અરવલ્લીમાં 1-1નું મોત થયું છે. બીજા દિવસે 500થી ઓછા કેસ નોંધાયા છે અને 490 નવા કેસ સામે આવ્યા છે.કોરોનાના દર્દીઓ માટે અત્યંત આવશ્યક એવા ઓક્સિજન પરનો GST છેક હવે 12 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે. હજી એક મહિના પહેલા સરકારને આવું સૂઝ્યું નહોતું કે જ્યારે હજારો લોકો ઓક્સિજન માટે દોડાદોડ કરી રહ્યા હતા અને તેના પણ કાળાબજાર થતા હતા. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દૈનિક 700થી 1250 મેટ્રીક ટન ઓક્સિજન વપરાતો હતો.

આવી જ રીતે વ્યક્તિગત ઉપયોગ માટે ઓક્સિજન, કોન્ટ્રેસ્ટર અથવા જનરેટર વપરાતા હોય તેના માટે અત્યાર સુધી 12 ટકા GST હતો તે ઘટાડીને 5 ટકા કરાયો છે.નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વેન્ટિલેટર પર અત્યાર સુધી 12 ટકા જીએસટી હતો જે ઘટાડીને 5 ટકા કરાયો છે. વેન્ટિલેટર સાથેનું માસ્ક, સાધનો અથવા જે હેલ્મેટનો ઉપયોગ કરાય તે સાધનો પર 12 ટકા GST હતો તેને પણ ઘટાડીને 5 ટકા કરાયો છે. સાથે જ બાયપેપ મશીન પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો.

દર્દીને હાઈફ્લો ઓક્સિજન સપ્લાય કરતા નેસલ ફ્લોમાં પણ જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે.આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ત્રીજી વેવની તૈયારીનું પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું તેમાં અભ્યાસુ તજજ્ઞોની મદદ લેવામાં આવી છે.ત્રીજી વેવ આવે તો રાજ્ય પાછળ ન રહે તે માટેની તૈયારીનું પ્રેઝન્ટેશન રજૂ કરવાંમાં આવ્યું છે. કહેવાતા સંભવિત વેવ માટે કોઈ તૈયારી ન કરી હોય તેવા કેટલાય રાજ્ય છે. અમે 14500 કેસ આવે તો આપણે કઈ રીતે પહોંચી શકીએ તે માટે તૈયારી કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *