GUJARAT

“આપ” માં જોડાયા આ દિગ્ગજ લોકો જોડાયાં આપ માં ,આપ ના નવા ચેહરા ઓ….

કેજરીવાલની ગુજરાત મુલાકાત અગાઉ પત્રકાર ઈસુદાન ગઢવીનું ટીવી ચેનલ માંથી રાજીનામુ અને સોશ્યલ મીડિયા ઉપર કરેલા કમ્પેઇન વચ્ચે સર્જાયેલા માહોલથી રાજ્યના રાજકારણમાં નવા બદલાવની શક્યતાઓ છે.

પત્રકાર તરીકે ઈસુદાન ગઢવીનું નામ રાજ્યમાં ગામે ગામ ચર્ચાતુ થયું છે. સ્થાનિક ગુજરાતી ચેનલમાં હેડ તરીકે જોડાયેલા ઈસુદાન હવે પત્રકારત્વ છોડીને રાજકારણમાં પ્રવેશી રહ્યાં છે.39 વર્ષના ઈસુદાન ગઢવી જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઈ ગઢવી ખેડૂત હતાં ઈસુદાન હાલમાં તેમની માતા પત્ની અને બે બાળકો સાથે અમદાવાદમાં સ્થાઈ થયાં છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે 2005માં તેમણે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડીગ્રી મેળવ્યા બાદ તેમણે દૂરદર્શનના યોજના નામના કાર્યક્રમમાં જોડાયાં હતાં.

આ સમયગાળા દરમિયાન તેમણે ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ પોલ્યુશન સહિત ડાંગના કપરાડા તાલુકામાં ગેરકાયદે વૃક્ષ છેદનના 150 કરોડના કૌભાંડનો મુદ્દાનો ઈન્વેસ્ટિગેટિવ રીપોર્ટ પણ કર્યો હતો. ત્યાર બાદ સરકારે પણ તેમના આ રીપોર્ટ બાદ કૌભાંડીઓ સામે પગલાં લીધાં હતાં. આ બે સ્ટોરીને કારણે તેમને ગુજરાતમા ઈન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટ તરીકે ઓળખ મળી હતી.2011થી 2015 સુધીમાં ઈસુદાને ન્યૂઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટોરીમાં સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં કામ કર્યું હતું.

ત્યાર બાદ 2015માં તેઓ VTV સ્થાનિક ગુજરાતી ચેનલના સૌથી યુવા હેડ તરીકે જોડાયા. જેમાં તેમણે સ્પેશિયલ પ્રોગ્રામ, ઈન્વેસ્ટીગેટીવ ન્યૂઝ સ્ટોરીને મહત્વ આપ્યું. બાદમાં તેમણે મહામંથન નામના ડીબેટ શોના હોસ્ટ તરીકે શરુઆત કરી અને આ શો ગુજરાતમાં લોકપ્રિય શો બની ગયો હતો.

હવે તેમણે VTVમાંથી રાજીનામું આપીને પત્રકારત્વ છોડીને રાજકારણમાં ડગ માંડ્યાં છે.પ્રેસ કોન્ફ્રન્સ ઈશુદાને જણાવ્યું કે, જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષથી પત્રકાર તરીકે વિચાર્યુ ન હતું કે હું આ સ્ટેજ પર હોઈશ. એક પત્રકાર તરીકે લોકોને લાભ અપાવી શકીએ એવો મેં પ્રયાસ કર્યો છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરી.

વ્યક્તિ જેવો હોય એવો જ રહેવો જોઈએ. મને લાગ્યું હવે બમણી મહેનત કરવી પડશે જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. હવે પ્રજાનું શુ થશે? એવી પીડા થતી હતી. સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *