GUJARAT

કેજરીવાલ ના આવ્યા બાદ ભાજપ નો મોટો નિર્ણય તાત્કાલિક ધોરણે…..

કેજરીવાલ ના આવ્યા બાદ ભાજપ નો મોટો નિર્ણય તાત્કાલિક ધોરણે,આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. નવરંગપુરા ખાતે નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવતી કાલે અમદાવાદ આવી રહ્યાં છે. બે દિવસ પહેલાં પણ તેમણે ગુજરાતમાં સંગઠન મુદ્દે મુલાકાત લીધી હતી.આવતી કાલે સવારે ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ અમદાવાદ આવીને ગાંધીનગર જશે અને ત્યાં વિધાનસભા સંકુલમાં બેઠક કરશે.

આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ 112 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સંબોધન કરશે. ભાજપે મિશન 2022ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ 2022ની વિધાનસભા ચૂંટણી અને સંગઠન તથા સરકાર વચ્ચે સંકલન સાધવા માટે પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે બેઠકો કરી રહ્યા છે.દેશમાં ગુજરાત સહિત આવી રહેલી 6 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 5 જૂનના રોજ યોજાઈ હતી.

આ બેઠક બાદ, ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યાં હતાં.11 જૂનના રોજ ભૂપેન્દ્ર યાદવે કમલમ ખાતે સરકાર અને સંગઠન વચ્ચે બેઠક યોજી હતી. સંગઠનમાંથી ગોરધન ઝડફિયા અને સરકારમાંથી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા.

ત્યારબાદ 12 જૂન વહેલી સવારથી જ ગાંધીનગર ખાતે સરકારી બંગ્લોમાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે વન-ટુ-વન બેઠકનો દોર શરૂ થયો હતો.આગામી 15મી જૂને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાનાર છે અને ધારાસભ્યોની પણ બેઠક યોજાશે. જેમાં ભાજપના નેતાઓને બહાર નિકળવા સૂચના આપવામાં આવશે. કોરોનાની મહામારીમાં પ્રજામાં રોષ ભડકે તો શાંતિથી સાંભળી ઉકેલવાનું માર્ગદર્શન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *