GUJARAT

પાટીદાર CM ની ચર્ચા ઓ ની વચ્ચે ભાજપ કરશે આ મોટું કામ ,તાત્કાલિક ધોરણે હાઇ લેવલ ની મીટીંગ બોલવાય – જાણો અહી

પાટીદાર CM ની ચર્ચા ઓ ની વચ્ચે ભાજપ કરશે આ મોટું કામ ,તાત્કાલિક ધોરણે હાઇ લેવલ ની મીટીંગ બોલવાય,વર્ષ 2022માં ભારતના છ મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે જેમાં યુપી અને ગુજરાતમાં સૌથી વધારે મહત્વના રાજ્ય છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી રાજકીય હલચલ ખૂબ જ તેજ થઈ ગઈ છે.

ચૂંટણીને હજુ મહિનાઓ બાકી છે છતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક બાજુ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં અત્યારથી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે ત્યાં ભાજપ દ્વારા પણ નેતાઓનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો.

આ સિવાય પાટીદાર સમાજના અગ્રણીઓ પણ એક થઈ રહ્યા છે ત્યારે આજે ભાજપ નેતાઓ દ્વારા મોટી બેઠક થવા જઈ રહી છે. આજે ભાજપના બધા જ ધારાસભ્યોની બેઠક થવાની છે. વિધાનસભામાં સાંજે ચાર વાગે આ બેઠક કરવામાં આવસાહે જેમાં રાજ્યના સીએમ અને નાયબ મુખ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ પણ ભાગ લેશે.

નોંધનીય છે કે આ પહેલા ગુજરાતના ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવેલા હતા જ્યાં તેમને ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે એક એક કરીને મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ જોડાઈ શકે છે.રાજ્યમાં કેજરીવાલની એન્ટ્રી મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થાય તેવી પ્રબળ સંભાવના છે ત્યારે ગુજરાતના ભાજપના બધા જ ધારાસભ્યોને હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *