GUJARAT

ગુજરાત માં આપ ની કમાન કોની પાસે ,ગોપાલ ઇટાલિયા કરતા ઇસુદાન ને વધુ દરજ્જો – જાણો અહી…

ગુજરાત માં આપ ની કમાન કોની પાસે ,ગોપાલ ઇટાલિયા કરતા ઇસુદાન ને વધુ દરજ્જો,આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન કેજરીવાલે પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીને ખેસ પહેરાવી આપમાં પ્રવેશ કરાવ્યો હતો.

ઈસુદાનની આપમાં એન્ટ્રી થતા જ હવે સૌ કોઈના મનમાં એક જ સવાલ ઉભો થયો છે કે, આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું શું થશે? શું ઈટાલિયાને સાઈડલાઈન કરી ઈસુદાનને આપનો ચહેરો બનાવાશે કે પછી નંબર ટૂ બનશે? ઈસુદાનનો પાર્ટીમાં શું રોલ હશે તે અંગે કેજરીવાલે આજે ઈશારા ઈશારામાં ઘણું કહી દીધું છે.કેજરીવાલે જ્યારે પત્રકાર પરિષદના આરંભે ઈસુદાનને ખેસ પહેરાવીને તેમનું આપમાં સ્વાગત કર્યું, તે પછી પત્રકારોને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે, હું અહીં આવ્યો તે પછી એરપોર્ટ પર એક કર્મચારીએ મારી પાસે સેલ્ફી ખેંચાવવા રિક્વેસ્ટ કરી.

મેં તેમની સાથે સેલ્ફી ખેંચાવી તે પછી તેમણે મને પૂછ્યું કે તમે શા માટે અહીં આવ્યા છો? મેં તેમને કહ્યું કે, ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીમાં સામેલ કરાવવા હું અહીં આવ્યો છું તો તેમણે મને કહ્યું કે, ઈસુદાન તો અમારા ગુજરાતના કેજરીવાલ છે. અરવિંદ કેજરીવાલે આ વાત શેર કરીને ઈસુદાનને ગુજરાતના કેજરીવાલ બનાવવાનો સંકેત આપ્યો છે?

આમ આદમી પાર્ટીએ નવા પ્રદેશ કાર્યાલય માટેનો બંગલો મહિને રૂ. 60000ના ભાડે લીધો છે. 1345 સ્કવેર ફૂટમાં ફેલાયેલા આ પ્રદેશ કાર્યાલયના પહેલા માળે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીની ઓફિસ પણ સામ સામે છે.

જ્યારે પ્રદેશ કાર્યાલયના નીચેના માળે બનાવવામાં આવેલી બે ઓફિસ સ્ટેટ સેક્રેટરી જયદીપ પંડ્યા અને મીડિયા કન્વીનર તુલી બેનર્જીની ઓફિસ છે.
ઈસુદાન ગામડે ગામડે જાણીતાતો બીજી તરફ ઈસુદાન ગઢવી ટીવી પત્રકાર હતા અને તાજેતરમાં જ ટીવી ચેનલના એડિટર પદેથી રાજીનામુ આપ્યું હતું.
જો કે યોગાનુયોગ આમ આદમી પાર્ટીમાં પત્રકારો લાંબો સમય ટકી શક્યા નથી. એક માત્ર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા તેમા અપવાદરૂપ છે.

આ સિવાયના રાષ્ટ્રીય સ્તરે જાણીતા પત્રકાર રહી ચૂકેલા શાઝિયા ઈલ્મી, યોગેન્દ્ર યાદવ, આશુતોષ, આશિષ ખૈતાન, પ્રદિપ પડગાંવકર, આમ આદમી પાર્ટીમાં લાંબા સમય સુધી રહ્યા નથી. તેમજ ગુજરાતની વાત કરીએ તો એક સમયે જીગ્નેશ મેવાણી પણ આમ આદમી પાર્ટીમાં હતા.

3 Replies to “ગુજરાત માં આપ ની કમાન કોની પાસે ,ગોપાલ ઇટાલિયા કરતા ઇસુદાન ને વધુ દરજ્જો – જાણો અહી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *