fact GUJARAT INDIA

અમદાવાદ ની પાટીદાર યુવતી એ અમેરિકન નેવી માં નામના મેળવી – કૉમેન્ટ માં અભિનંદન આપીએ

ગુજરાતના ચિખલી તાલુકાની પાટીદારની દિકરીએ અહીં અમેરિકામાં રંગ રાખ્યો છે. અમદાવાદની પાલડી ખાતેની શાળામાં અભ્યાસ કરીને, ઉચ્ચ અભ્યાસ માટે અહીં અમેરિકામાં પોતાના નાના-નાનીના ઘરે આવેલી મૂળ ચિખલી તાલુકાના વાંઝણા ગામની નેત્રી પટેલે અમેરિકાની નેવીમાં પસંદગી પામીને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યુ છે.

અમેરિકામાં મીસીસીપી ખાતે કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતી, નેત્રી પટેલને પહેલેથી જ પાયલટ બનવું હતું, અહીં અમેરિકામાં આવ્યા બાદ તેને અહીંના આર્મી ઓફીસર ને જોઇને આર્મીમાં જવાનો વિચાર કર્યો. અને ત્યારબાદ તેને નેવીમાં જોડાવા માટે પ્રવેશ મેળવ્યો. 10 અઠવાડીયાની અઘરી ટ્રેનીંગ લઇને અંતે નેત્રી અમેરિકન નેવીમાં પસંદગી પામી છે

ગુજરાતના ચિખલી તાલુકાની પાટીદારની દિકરીએ અહીં અમેરિકામાં રંગ રાખ્યો છે. અમદાવાદની પાલડી ખાતેની શાળામાં અભ્યાસ કરીને, ઉચ્ચ અભ્યાસ માટે અહીં અમેરિકામાં પોતાના નાના-નાનીના ઘરે આવેલી મૂળ ચિખલી તાલુકાના વાંઝણા ગામની નેત્રી પટેલે અમેરિકાન નેવીમાં પસંદગી પામીને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યુ છે. અમેરિકામાં પહેલી એવી કોઇ ગુજ્જુ યુવતી છે કે, જે અમેરિકન નેવીમાં પસંદગી પામી હોય.

કારણ કે હું જ્યારે સાત વર્ષની હતી ત્યારથી મને પાયલોટ બનવું હતું અને ફાઈટર જેટ પાયલોટ બનવું હતું. મને ખબર હતી કે ભારતમાં છોકરીઓ પાયલોટ બને પણ નેવીમાં ના જાય. મારે જવું હતું. હું એન્જિનિયરિંગ જ કરું છું અત્યારે રેગ્યુલર કોલેજમાં પરંતુ સાઈડમાં મેં નેવી જોઈન કર્યું. મને ખબર હતી કે થોડું હાર્ડ પડશે મમ્મી પપ્પાને મનાવવાનું કે નેવીમાં મને જવા દો. મમ્મી-પપ્પાને હું કહ્યા કરતી હતી એટલે એમને લાગ્યું કે છોકરી કદાચ સિરિયસ છે. એટલે પછી ફાઈનલી તેમણે હા પાડી દીધી.

શોખની વાત તો ખરી પણ. મને પપ્પાએ ક્યારેય ન્હોતુ કહ્યું કે ઘરમાં જર્નાલિઝમનો માહોલ છે તો તારે પણ તેવું કરવું. ઘરમાં ક્યારેય પ્રેશર ન્હોતું કે આપણા ઘરનુ બેકગ્રાઉન્ડ આવું છે તો તારે પણ આમ કરવું. જે કંઈ પણ કરવું હોય તેના માટે ઘરમાંથી પૂરતી ફ્રીડમ હતી. જ્યારે અહીંયા અમેરિકા આવી ત્યારે શરૂઆતમાં કમ્પ્યૂટર સાયન્સ કરવાનું નક્કી કર્યું. મેં જ્યારે અહીં આવી મિલેટ્રીના લોકોને જોયાં. તેઓ જે રીતે રહે, પોતાની જાતને પ્રેઝન્ટ કરે એ બધું મને બહુ ગમ્યું. પાછું ઈન્ડિયા જવાનુ હતું નહીં એટેલે ઈન્ડિયાની મિલેટ્રીમાં હું જઈ શકીશ કે નહીં તે શંકા હતી. અમેરિકામાં જ રહેવાનું હતું આથી અમેરિકાની નેવી જ મારે માટે ઓપ્શન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *