INDIA

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તારીખથી ખુલશે ધોરણ 1 થી 8 ની સ્કૂલ, જાણો વિગતે

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તારીખથી ખુલશે ધોરણ 1 થી 8 ની સ્કૂલ, યુપી સરકારે એક આદેશ જારી કરતા જણાવ્યું કે હાલમાં ઓનલાઈન ધોરણે શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે.

હાલમાં સ્કૂલો વિદ્યાર્થીઓને નહીં બોલાવી શકશે. પરંતુ 1 જુલાઈથી બાળકો સ્કૂલમાં આવી શકશે. રાજ્યમાં કોરોનાના કેસોમા મોટો ઘટાડો આવતા સરકાર સ્કૂલો ખોલવાની પરમિશન આપી છે.

જોકે સ્કૂલોમાં કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરવાનું જણાવાયુ છે. યોગી સરકારે રાજ્યમાં લાગુ કોરોના કર્ફ્યુમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે મંગળવારે ટીમ-9 ની બેઠક થઈ. તે ઉપરાંત 21 જુનથી પાર્ક, સ્ટ્રીટ ફૂડની પણ મંજૂરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *