GUJARAT

ST મુસાફરો માટે મોટા સમાચાર, સરકારે આપી આ મોટી મંજૂરી

ST મુસાફરો માટે મોટા સમાચાર, સરકારે આપી આ મોટી મંજૂરી,રાજ્ય સરકારે આંતર રાજ્ય પરિવહનને ફરી મંજૂરી આપી દીધી છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રૂટની ST બસો ફરી શરૂ થઈ ચૂકી છે. કોરોનાની મહામારીને પગલે એસ.ટી બસના રૂટો બંધ કર્યા હતા.

જેના કારણે લોકોને ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

હવે એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે. 50 ટકાની જગ્યાએ 75 ટકાની કેપેસિટી રાખવામાં આવી છે. સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધીની બસને મુસાફરીની છૂટ અપાઈ છે.

મહત્વનું છે કે કોરોના સંક્રમણના કારણે GSRTC દ્વારા સિટિંગ કેપેસિટી ઘટાડી દેવાઈ હતી. અને ઓછા મુસાફરો સાથે બસ ચાલી રહી હતી. તો બીજી તરફ લોકડાઉનના કારણે પણ બસના રૂટોમાં ઘટાડો થયો હતો.અનેકવાર તમારે સવારમાં વહેલા કે કોઇ પણ સમયે બહાર ગામ જવું હોય તો તમે મોટાભાગે એસટીબસનો ઉપયોગ કરો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *