GUJARAT

આજે હાઇકોર્ટમાં સુઓમોટો વચ્ચે મોટો નિર્ણય, જાણો વિગતવાર

આજે હાઇકોર્ટમાં સુઓમોટો વચ્ચે મોટો નિર્ણય,આજે ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારને સુઓમોટોને અરજીને લઈને મહત્વનો નિર્દેશ આપી શકે છે રાજ્ય સરકારે રજૂ કરેલા એફિડેવિટ અંગે આજે સુનાવણી હાથ ધરાઈ શકે છે

મહત્વનું છે કે કોરોના કાળમાં રાજ્ય સરકારે કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો જેને લઈને હાઈકોર્ટ આજે મહત્વનો નિર્દેશ આપી શકે છે. આજે સુનાવણી હાથ ધરાનાર છે હાઈકોર્ટમાં સરકારે રજૂ કરેલા 53 પેજના સોગંદનામા પર આજે દલીલો કરવામાં આવશે.

તેમજ આગામી સમયમાં કોરોનાની ત્રીજા લહેરને લઈ રાજ્ય સરકારે શું તૈયારીઓ કરી છે અને આગામી સમયમાં સરકારનો શું પ્લાન છે તે અંગે પણ જાણકારી મેળવવામાં આવશે.આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સોગંધનામામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મામલે ઉભી કરાયેલી આરોગ્ય લક્ષી સેવા તેમજ લોકજાગૃતિ માટેના કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો તેને લઈને પણ સરકારના જવાબો સાંભળવામાં આવશે છે.

તેમજ મ્યુકરમાઈકોસિસ મામલે પણ સરકારે રજૂઆત કરી છે તેની સારવાર માટેના ઇન્જેક્શનનો જથ્થો હાલ કેન્દ્ર સરકાર હસ્તક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *