fact INDIA

ચહલ ની પત્ની ધનાશ્રી એ કર્યો મોટો ખુલાસો ,દુનિયા ને જણાવ્યું કઈક એવું કે ને જાણી ને તમારા હોશ ઉડી જશે – જાણો અહી

ધનશ્રી વર્માએ 16 જૂનના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો છે અને તેમાં તે સુંદર રીતે હાસ્ય રેલાવી રહી છે. તેમાં તેણે લખ્યું છે કે, તેનુ સિક્રેટ ધેર્ય છે. ધનશ્રીનું કહેવુ છે તે સતત ખુશ રહેવા માટે ધેર્ય રાખવુ જોઇએ.

ચિલી રેડ કલરની મિની કૂપર કાર પાસે બેઠેલી ધનશ્રીની આ તસવીર ખુબ પોઝીટીવ લાગી રહી છે અને તેની આ સ્માઇલ પર કોઇ પણ ફિદા થઇ જાય. તેણે શોર્ટ સ્કર્ટની સાથે કોલર વાળી ફુલ સ્લિવની શર્ટ પહેર્યો છે. ધનશ્રી આ તસવીરમાં ખુબ સુંદર લાગી રહી છે.

ધનશ્રીએ હાલમાં જ એક વીડિયોમાં જણાવ્યું હતું કે તે ફરીથી ડાન્સ વીડિયો બનાવવાનું શરૂ કરશે અને થોડા સમય પહેલા જ તેણે કહ્યું હતુ કે તેનો પરિવાર ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે અન હવે તેણે પતિ ચહલ સાથે મજેદાર વીડિયો બનાવ્યો છે.

ધનશ્રી વર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર યુજવેન્દ્ર ચહલ સાથે એક વીડિયો શૅર કર્યો છે અને તે ખુબ ફની છે. તેમાં ધનશ્રી ચહલની મજાક ઉડાવી રહી છે. ફેમસ ટીવી શો ફ્રેન્ડ્ઝ એક સુપરહિટ શો હતો અને હાલમાં જ રિયુનીયનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. શોનું ટ્રેલર આવતા ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઇ છે. ચહલે પણ આ જ શોનું ટ્રેલર શૅર કર્યુ છે અને તેના પર ધનશ્રીએ મજાક કરી છે.

વીડિયોમાં ધનશ્રી વર્માએ કહ્યું કે, ચહલે ફ્રેન્ડ્ઝનો એક પણ એપિસોડ જોયો નથી અને તેના વિશે સ્ટોરી મૂકી રહ્યો છે. જે બાદ કપલ વચ્ચે મજેદાર લડાઇ થઇ જાય છે. ધનશ્રી પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે જેને ફેન્સ ખુબ પસંદ કરે છે. જો કે થોડા દિવસથી ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કોઇ પોસ્ટ મુકી નથી જે બાદ ફેન્સનું ટેન્શન વધી ગયુ છે. ધનશ્રીના ફેન્સ ચિંતામાં છે કે ધનશ્રીને શું થયુ છે.

ધનશ્રીએ લખ્યું કે, એપ્રિલ-મેનો સમય ખુબ પડકારભર્યો છે. પહેલા મારી મા અને હવે ભાઇ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે હું આઇપીએલ બાયો બબલમાં હતી અને કોઇ મદદ કરી શકુ તેમ નહોતી. જો કે સમય સમય પર તેમની સ્થિતિની જાણકારી લેતી રહેતી હતી. પરિવારથી દૂર રહેવુ ખુબ મુશ્કેલીભર્યુ હોય છે. સારી વાત તે છે કે ભાઇ અને મમ્મીની તબિયત સારી છે પણ મે મારી આન્ટીને ગુમાવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *