GUJARAT INDIA

નરેશ પટેલ ની પાટીદાર CM ની માંગણી વિશે આ દિગ્ગજ પાટીદાર એ કહ્યું કે …. – જાણી ને તમારા હોશ ઉડી જશે

કાગવડ ખાતે 12મી જૂને રાજ્યની પાટીદાર સમાજની મુખ્ય 6 સંસ્થાની બેઠક યોજાઈ હતી, જેમાં અમદાવાદની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સરદારધામ સંસ્થા, ઊંઝા ઉમિયા સંસ્થા, ખોડલધામ, સમસ્ત પાટીદાર સમાજ-સુરત અને સિદસર ધામ સંસ્થાના આગેવાનો હાજર રહ્યા.

આ બેઠકમાં ખોડલધામના નરેશ પટેલે મુખ્યમંત્રીએ કરેલા નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યાં હતાં. આ બેઠક સંદર્ભે દિવ્ય ભાસ્કરે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી. પટેલ સાથે ખાસ વાત કરી, જેમાં તેમને મુખ્યમંત્રી અંગેના નિવેદનને નરેશ પટેલનું અંગત મંતવ્ય ગણાવ્યું હતું, સાથે-સાથે જો જરૂર પડે, કોઈ પક્ષ નહિ, પરંતુ સમાજના અગ્રણી કે જે કોઇપણ પક્ષ સાથે હોય એ અગ્રણીને સમર્થનની વાત કરી.

નરેશભાઈએ પોતાની લાગણી વ્યક્ત કરી છે, બધી સંસ્થાઓનો નિર્ણય નથી કે પાટીદાર સમાજનો જ મુખ્યમંત્રી હોવો જોઇએ. આ નિવેદન તેમનું અંગત મંતવ્ય છે. એવું માનવાની જરૂર નથી કે દરેક સંસ્થા તેમના નિવેદન સાથે સહમત હોય. મુખ્યમંત્રી નક્કી કરવાનું કામ જે-તે પક્ષનું હોય છે, કોઇ સમાજ પાસે સીએમ નક્કી કરવાનો પાવર નથી હોતો. કોઈ રાજકીય પક્ષના નિર્ણયમાં દખલગીરી કરવાનો કોઇ પ્રશ્ન નથી ઊભો થતો. અમારી કોઇપણ બેઠકમાં રાજનીતિની કોઈ ચર્ચા થતી નથી, માત્ર સમાજલક્ષી વાતો જ થાય છે, પરંતુ જ્યારે વ્યક્તિગત રીતે કોઈને પણ પૂછવામાં આવે કે સીએમ તેમના સમાજનો હોવો જોઈએ? તો દરેક વ્યક્તિનો જવાબ હા હોય છે. ચોક્કસ પ્રશ્નના જવાબમાં તેમને અંગત વાત રજૂ કરી હતી, એમાં દરેક સમાજની લાગણી છે, એમ ન માનવું જોઇએ.

અમારી બેઠક મળી એ દરમિયાન બીજા રાજકીય પક્ષની બેઠક યોજાઇ હતી અને ચહલપહલ પણ જોવા મળી. આ માત્ર એક સંયોગ હતો. અમારી બેઠક અગાઉથી જ નક્કી હતી, પરંતુ કોવિડના કારણે વિલંબ થઈ રહ્યો હતો. હકીકતમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજની 6 સંસ્થાએ મળી એક સંકલન સમિતિ બનાવી હતી, જેમાં નક્કી કરાયું હતું કે દર ત્રણ મહિને સંકલનની બેઠક યોજી, સમાજના અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચાવિચારણા કરવામાં આવે. સંકલન સમિતિમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે 6 સંસ્થામાંથી દર વખતે અલગ-અલગ સંસ્થામાં આ બેઠક યોજવામાં આવે.

અમારી સંસ્થાઓમાં દરેક રાજકીય પક્ષના અગ્રણીઓ પણ જોડાયેલા હોય છે, જેથી કોઇ સંસ્થાના પ્લેટફોર્મ પર રાજકીય પક્ષની તરફેણ ન કરી શકાય. હા, એ ચોક્કસ છે કે સંસ્થાના કોઇ આગેવાન કે અગ્રણી વ્યક્તિગત રીતે વિચાર રજૂ કરી શકે, પણ સમૂહમાં કોઇ પક્ષને સમર્થનની વાત ન કરી શકાય. જો સમાજના સારા માણસો કે જેમને રાજકારણમાં રસ છે તેમને તેમના પર્ફોર્મન્સના આધારે સમાજ પ્રમોટ કરશે અને સમર્થન કરશે. જે સમાજ માટે સતત સક્રિય હોય, દરેકની મદદ કરવા તત્પર હોય તેમને સમર્થન કરીએ છીએ. જોકે એમાં માટે કોઇ ચોક્કસ આદેશ બહાર પડાતો નથી.

અમારો સૌથી અગત્યનો મુદ્દો બિનઅનામત આયોગના ચેરમેનની મુદત પૂરી થઈ ગયા હોવા છતાં પણ તેની નિમણૂક નથી કરવામાં આવી. માત્ર એટલું જ નહીં, પરંતુ તેમનાં કામોમાં અધિકારીરાજ ચાલી રહ્યું છે. અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે, જેને કારણે જ અમારા સમાજના યુવાનોની લોન માટેની ફાઇલો અટવાયેલી પડી છે, સાથે-સાથે બેરોજગારીનો પ્રશ્ન, ખેડૂતની સમસ્યા અંગે અમારી બેઠકમાં ચર્ચા થતી હોય છે અને એ અંગે સરકારમાં રજૂઆતો કરતા હોઇએ છીએ.

હા, એવું માની શકાય કે કેજરીવાલે કોઇ ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરવા માટે માત્ર સરદાર પટેલને યાદ કર્યા હોય. કોઇ ચોક્કસ ઇરાદાથી કેજરીવાલે સરદાર પટેલનો ઉલ્લેખ કર્યો હશે. રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા ગાંધીજી ગુજરાતના હોય અને કેજરીવાલ પોતે ગુજરાતમાં હોય, ત્યારે તેમને યાદ ન કર્યા, એ વાજબી નથી.

એવું નથી કે હવે ઓન પેપર પર પટેલ સમાજની વ્યક્તિ આગળ પાટીદાર લખવું, પરંતુ એનો મતલબ એ છે કે જ્યારે-જ્યારે સામૂહિક રીતે સમાજનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે કડવા કે લેઉઆ પટેલની જગ્યાએ પાટીદાર તરીકે ઉલ્લેખ કરવો, જેથી બન્ને વચ્ચે યોગ્ય સંકલન થાય, એકબીજાને મદદની ભાવના જાગે. પાટીદાર સમાજને અન્ય સમાજ પ્રત્યે કોઇ વિરોધ નથી. અમે અન્ય સમાજને સાથે લઇને ચાલીએ છીએ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને કોરોનામાં સેવા કરી છે, જેમાં માત્ર પાટીદાર સમાજ નહિ, પણ દરેક સમાજના લોકોએ લાભ લીધો, સેવા માટે અમે કોઈને નાત કે જાત નથી પૂછી.

સવાલ- તમામ સંગઠનોનું એક સંયુક્ત સંગઠન તૈયાર કરવાની વાત છે, કેટલી સંસ્થાઓ જોડાશે, નામ શું હશે?
જવાબઃ સમાજની મુખ્ય 6 સંસ્થાની સાથે નાની-નાની ઘણી સંસ્થાઓ છે, જેમને અમારી સાથે જોડવામાં આવશે. અંદાજે 100 જેટલી નાની સંસ્થાઓ એવી છે, જે શિક્ષણ, આરોગ્ય, ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. તેમને કોમન પ્લેટફોર્મ પર લાવી ફેડરેશનની રચના કરી કરવામાં આવશે, જેથી સમાજના છેવાડાના માણસને મદદરૂપ થઇ શકાય, નહિ કે રાજકીય પ્રેશર ઊભું કરવું. આ સંસ્થાનું નામકરણ આગામી દિવસોમાં થશે, જેના માટે એક કમિટી પણ બનાવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *