INDIA INTERNATIONAL SPORT

ભારત-ન્યુઝીલેન્ડ ની મેચ માં મોટો ખતરો ,મેઘરાજા નું આગમન થશે તેવી મોટી આગાહી – જાણો અહી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મહાસંગ્રામ 18 જૂનના રોજ સાઉથહેમ્પટનમાં યોજાશે. આ મેચ પર દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર હશે. તેવામાં આ ફાઇનલ મેચ અંગે અત્યંત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ મેચમાં વરસાદ વિઘ્ન નાખે એવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોવા જઇએ તો પાંચેય દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઈંગ્લેન્ડમાં જો કોઇ મેચ આપણે રમતા હોઇએ તો હવામાન મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ઈંગ્લિશ કંડીશન ચંચળ હોય છે. અહીંયા ગમે ત્યારે વરસાદના દેવતાઓ પણ ક્રિકેટ મેદાનમાં ઉતરી શકે છે. જો આવું થશે તો ક્રિકેટ ફેન્સની સાથે ખેલાડીઓને પણ મેચમાં ગ્રીપ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો ચલો આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ દરમિયાન સાઉથહેમ્પટનમાં પાંચેય દિવસ કેવું હવામાન રહેશે એની આગાહી પર એક નજર ફેરવીએ…..

પહેલા દિવસે સાઉથહેમ્પટનમાં વાદળછાયા વાતાવરણની સાથે ધીમી ધારે વરસાદ વરસી શકે છે. આ દિવસે 17 ડિગ્રી તાપમાન રહી શકે છે. 18 જૂને મેચ દરમિયાન સમયાંતર ક્યારેક અનરાધાર વરસાદ તો ક્યારેક મુશળધાર વરસાદ નોંધાશે. જેના કારણે કેટલીક ઓવરોમાં કાપ પણ મૂકવો પડી શકે છે.

બીજા દિવસે હવામાનની સ્થિતિ ધીરે ધીરે સુધરશે. તેમ છતાં આ દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની અપેક્ષા છે. 19 જૂને નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઓછો વરસાદ વરસી શકે છે. જો કે, આપણે સૌ જાણીએ છીએ કે ઈંગ્લિશ કંડીશન ચંચળ હોય છે. અહીંયા ગમે ત્યારે વરસાદના દેવતાઓ પણ ક્રિકેટ મેદાનમાં ઉતરી શકે છે.

20 જૂને વાવાઝોડાની સ્થિતિ સાથે ત્રીજા દિવસે અનરાધાર વરસાદની સંભાવના છે. ત્રીજા દિવસે પણ વરસાદના વિઘ્ન વચ્ચે કેટલીક ઓવર ગુમાવવાનો વારો આવી શકે છે. ત્રીજા દિવસે પવન ફુંકાવાને પરિણામે ફાસ્ટ બોલર્સને પિચથી ઘણી સહાયતા મળી શકે છે.

WTCના ચોથા દિવસે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. આ દિવસે વરસાદ પડવાની શક્યતા ઘણી ઓછી છે. પરંતુ વાદળછાયું વાતાવરણ હોવાથી ચોથા દિવસે પણ ફાસ્ટ બોલરને પિચ સહાયતા પૂરી પાડી શકે છે. જો આવું જ વાતાવરણ રહ્યું તો આ આખો દિવસ બોલર્સની બોલબાલા રહેશે. બેટિંગ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

મેચના પાંચમા દિવસે આકાશમાં વરસાદી વાદળો ઘેરાયેલા રહેશે. હવામાનની આગાહી પ્રમાણે આ દિવસે સવારે અને બપોરે ધોધમાર વરસાદ વરસી શકે છે. જો આવું હવામાન રહ્યું તો આ દિવસે મોટાભાગની ઓવર ગુમાવવાનો વારો પણ આવી શકે છે. બપોર પછી વરસાદ વિરામ લેશે અને આકાશ સાફ રહેશે. પિચમાં ભેજ હોવાથી આ દિવસે પણ બોલર્સને વધુ સહાયતા મળી શકે છે.

આ તમામ પાંચ દિવસો પૈકી 23 જૂને વાતાવરણ સ્પષ્ટ રહેશે. એટલું જ નહીં 22 જૂન પછી સતત 7 દિવસ સુધી વરસાદના કોઇ એંધાણ રહેશે નહીં. આ દિવસે ક્રિકેટ ફેન્સ માટે પણ રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *