INDIA SPORT

WTC ફાઈનલ મેચ માં ટીમ ઇન્ડિયા એ ખોટી પ્લેયિંગ 11 નક્કી કરી ? પીચ કરી રહી છે કઈક આવો ઈશારો ,જાણો અહી

ભારતીય ટીમે પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી છે. ભારતીય ટીમે રવિન્દ્ર જાડેજા પર ભરોસો મૂકતાં તેને રમાડવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં રવિચંદ્રન અશ્વિન પણ રમશે. જ્યારે ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે.

જોકે સાઉથેમ્પ્ટનનું હવામાન અને પિચને જોતાં ભારતીય ટીમના નિર્ણય પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સાઉથેમ્પ્ટનમાં કાલી આખી રાત વરસાદ પડ્યો છે અને આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે. એવામાં મેદાન પર વાદળ ઘેરાયેલા રહી શકે છે અને આ સ્થિતિમાં બોલેરોને મદદ મળવી નક્કી માનવામાં આવે છે. બીજી તરફ પિચ ઉપર હજુ પણ ઘાસ છે. જો મેચ પહેલા ઘાસ હટાવવામાં નથી આવતું તો ભારતનો બે સ્પિનર સાથે ઉતરવાનો નિર્ણય ઘાતક સાબિત થઈ શકે છે.

ભારતની પાસે ચોથા ફાસ્ટ બોલરના રૂપમાં મોહમ્મદ સિરાજનો વિકલ્પ હતો જેણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વિરુદ્ધ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યા હાલ ટેસ્ટ ટીમની બહાર છે અને ભારતની પાસે એવો ઓલરાઉન્ડર નથી જે ફાસ્ટ બોલિંગ કરી શકે. શાર્દુલ ઠાકુર બેટિંગ પણ કરી લે છે પરંતુ તેને WTC ફાઇનલ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ નથી કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં ભારતની પાસે ઓલરાઉન્ડરના રૂપમાં માત્ર રવિન્દ્ર જાડેજાનો જ વિકલ્પ હતો.

જાડેજા અને અશ્વિને એક સાથે 35 ટેસ્ટ મેચ રમી છે અને 362 વિકેટ પોતાના નામે કરી છે. જોકે, વિદેશી પિચો પર આ જોડીએ વધુ ટેસ્ટ નથી રમી. આ જોડીએ મોટાભાગની સફળતાઓ ભારતીય પિચો પર મેળવી છે. ઈંગ્લેન્ડમાં જાડેજાએ પાંચ ટેસ્ટમાં 16 વિકેટ લીધી છે, જ્યારે અશ્વિને 6 ટેસ્ટમાં માત્ર 14 વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો અશ્વિને આ ટીમની વિરુદ્ધ 6 ટેસ્ટમાં 48 વિકેટ લીધી છે,

જ્યારે જાડેજાએ આટલી જ ટેસ્ટ મેચમાં માત્ર 19 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત વિદેશી પિચો પર જાડેજાને વિકેટ ઝડપવા માટે સંઘર્ષ કરવો પડે છે. ભારતીય પિચો પર જાડેજા 56ના સ્ટ્રાઇક રેટ વિકેટ ઝડપે છે, જ્યારે વિદેશી પિચો પર તેને 68.4 બોલમાં એક વિકેટ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *