GUJARAT INDIA

કોરોના એ નિરાધાર કર્યાં : બે માસૂમ એ માતા-પિતા અને દાદા-દાદી ની એક સાથે છત્રછાયા ગુમાવી ,ઓમ શાંતી

કોરોનામાં બીજી લહેર ઘાતક બનતાં મોતની સંખ્યામાં વધારો થયો હતો. બીજી લહેરમાં પંચમહાલ જિલ્લામાં કોરોનાનો આંકડો 9 હજારને પાર પહોચ્યો હતો. સરકારી આંકડા મુજબ કોરોનાથી કોવિડ અને નોનકોવિડથી 190 જેટલા મોત થયા હતા. જયારે બિનસત્તાવાર આંકડા મુજબ કોરોનાથી 2 માસમાં 1000 જેટલા મોત થયા હતા. ત્યારે કોરોનાથી કેટલાય પરિવારન મોભીઓના મોતથી પરિવાર આર્થિક સંકડામણમાં આવી ગયો છે.

તેમજ કેટલાય બાળક અનાથ થઇ ગયા છે. ગોધરામાં એક જ માસમાં એક જ પરીવારના 4 વ્યક્તિઓના મોત થતાં 2 બાળકો અનાથ થયા હતા. મુળ સંતરામપુરના કંથાગરના અને ગોધરાના વાવડી બુર્ઝગમાં રહેતા એક પરિવારના માતા પિતા અને દીકરા વહુને કોરોના ભરખી જતાં ચારેના મોત થયા હતા. વાવડી બુર્ઝગના તુષારભાઇ ચુનિલાલ બારીઆ, તેમની પત્ની હંસાબેન બારીઆ તથા તેમના માતા શંકુતલાબેન બારીઆ તથા પિતા ચુનીલાલ બારીઆને કોરોના થતાં તેઓને સારવાર માટે ખસેડવા તેમનો બીજો દિકરો ચિરાગ બારીઆની પત્નીને પણ કોરોના થયો હતો.

ઘરના કોરોનાગ્રસ્ત સભ્યોને સારવાર કરાવવા ચિરાગ બારીઆએ હોસ્પિટલમાં દાખલ કરવા દોડધામ કરી હતી. તુષારભાઇ અને હંંસાબેનને સંતાનમાં 12 વર્ષની દીકરી યાશિકા અને 2 વર્ષનો દીકરો ધ્રુવ હતા. મે માસમાં કોરોનાકાળ બનતાં પતિ તુષાર અને પત્ની હંસાના મોત થયા બાદ એક જ દિવસે તુષારભાઇના માતા પિતાના પણ કોરોનાથી મોત થયા હતા. માતા-પિતા અને દાદા-દાદીના કોરોનાથી મોત થતાં 12 વર્ષની દીકરી અને 2 વર્ષનો ધ્રુવ અનાથ થયા હતા. માતા-પિતા બંને કોરોના ભરખી જતાં છત્રછાયા ગુમાવનાર બે અનાથ બાળકો કાકા સાથે રહે છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

એક જ પરિવારના માતા-પિતા અને દાદા-દાદીના મોતથી બે બાળકો અનાથ થયા હતા. જેમાં મોટી 11 વર્ષની દિકરી ઇંગ્લિશ મિડિયમ સ્કુલમાં અભ્યાસ કરતી હતી. બાયપાસ પાસે આવેલી શાળાના ટ્રસ્ટીઓએ અનાથ થયેલી 11 વર્ષની દિકરીની ધો.12 સુઘી ભણે ત્યાં સુઘીની ફી માફી કરી દીઘી હોવાનું કાકા ચિરાગ બારીઆ એ જણાવ્યું છે. જયારે 2 વર્ષનો ધ્રુવ હજુ પોતાની માતા પિતાને યાદ કરી રહ્યો છે.

મે માસમાં મારા ભાઇ ભાભી તથા મારા માતા પિતા એમ ચાર સભ્યોને કોરોના થયો હતો એ સમયે હોસ્પિટલોમાં જગ્યા મળવી મુશ્કેલ હોવા છતાં જેમ તેમ કરીને ભાઇ, ભાભી તથા માતાને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયારે પિતાને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. પણ કોરોના બિમારથી ચારેના મોત થયા હતા. મારા ભાઇનો દિકરો તથા દીકરી હાલ મારી સાથે રહે છે. સરકાર તરફથી મળતી સહાયની કાર્યવાહી ચાલુ કરી છે.>ચિરાગભાઇ બારીઆ, માતાપિતા ગુમાનાર બાળકોના કાકા

ગોધરા. પંચમહાલમાં કોરોના મહામારીએ 2020ના માર્ચ માસમાં દરસ્ત દીધી હતી. ધીરે ધીરે કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કોરોના બિમારથી અનેક લોકોના મોત થયા હતા. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કોરોના બિમારીથી પરિવારઓના મોભીઓના મૃત્યુથી કેટલાય બાળકો અનાથ થઇ ગયા હતા. સરકાર દ્વારા કોરોના મહામારીથી માતા પિતાના મૃત્યુથી અનાથ થયેલા બાળકને શોધવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમને સર્વેની કામગીરી સોપી હતી.

બાળ સુરક્ષા એકમની ટીમે તાલુકાઓના ગામોના તલાટીઓ સાથે સર્વે કરીને જિલ્લામાં કોરોનાથી માતા-પિતાની છત્ર ગુમાવનાર 24 અનાથ બાળકોને શોધી કાઢયા હતા. આ અનાથ થયેલા બાળકોને સરકાર દ્વારા આફટર કેર યોજના અંતર્ગત દર માસે અને 18 વર્ષ સુઘી બાળકોને રૂા.4 હજારની સહાય ચુકવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ અભ્યાસ ચાલુ હોય તો 21 વર્ષ સુઘી રૂા. 6 હજાર સરકારી સહાય ચુેકવશે. બાળ સુરક્ષા ટીમ અનાથ બાળકના ઘરે જઇને તેઓની સ્થિતિનો ચિતાર કાઢીને રીપોર્ટ ઉપરી કચેરીને કરે છે.

મોટાભાગના અનાથ થયેલા બાળકોની આર્થિક સ્થિતિ નબળી જોવા મળી હતી. આવા અનાથ બાળકને સરકાર વઘુ સહાય આપે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. જિલ્લામાં કોરોનાથી માતા પિતા ગુમાવનાર અનાથ થયેલ બાળકો માટે ગોધરા ખાતેની જિલ્લા સેવા સદનના પહેલા માળે આવેલી જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવાનું જિલ્લા બાળ સુરક્ષા એકમના અધીકારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *