GUJARAT INDIA

જાડેજા ના પિતા એ કર્યો મોટો ખુલાસો,કહ્યું કે મારે રવીન્દ્ર ને ક્રિકેટર નોતો બનાવવો પણ….

“રવિન્દ્ર માત્ર 17 વર્ષનો હતો અને તેની માતા લતાબા એટલે કે મારા પત્ની અકસ્માતમાં ગુજરી ગયા. તે ક્ષણે તો મારા માથે જાણે આભ જ તૂટી પડ્યું હતું કારણ કે એક દિકરો અને બે દિકરી હજી એવડા મોટા તો નહોતા જ થયા. રવિન્દ્રની આંખોમાં તો કંઈક સપનાં હતા જેને સાકાર કરવાના હતા. આમ છતાં મેં લતાબાની જગ્યા લઈને આર્મી ઓફિસરની પરીક્ષામાં પાસ થવા છતાં રવિને ક્રિકેટર બનાવ્યો. આનું કારણ એટલું જ કે લતાનું સપનું હતું કે રવિ ક્રિકેટર બને, જેને સાકાર કરવામાં મારાથી બનતું બધું કર્યું….” આ શબ્દો છે અનિરુદ્ધસિંહ ગુમાનસિંહ જાડેજાના, જેમણે એક માતા અને પિતા બંનેની ફરજ અદા કરીને રવિને આજે વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ ઓલરાઉન્ડરમાંનો એક રવિન્દ્ર જાડેજા બનાવ્યો છે.

દેશભરના કોઈ પણ મીડિયાને રવિન્દ્ર જાડેજાના પિતાએ આપેલો આ સર્વપ્રથમ ઈન્ટરવ્યુ છે. સંતાનના ઉછેરમાં પિતાની ભૂમિકાનું મહત્ત્વ પોતાના સંસ્મરણો સાથે જણાવતા અનિરુદ્ધસિંહે કહ્યું હતું કે, રવિની માતા એક્સિડન્ટમાં ગઈ તે ઘડીએ અમારી સ્થિતિ ખરેખર કફોડી થઈ ગઈ હતી અને કાંઈ સમજાતું નહોતું.

અનિરુદ્ધસિંહ: મારા ખોળામાં ત્રણ સંતાનોને મૂકીને રવિના બા જતી રહી. તમે સમજી શકો છો કે અમારા માટે કેટલું મુશ્કેલ હતું. પરંતુ સંઘર્ષ કર્યા વિના તો કોઈ છૂટકો જ નહોતો. મારી પાસે કોઈ સરકારી તો શું બીજી કોઈ નકોરી પણ નહોતી. અમારો આખો પરિવાર આધાર વિનાનો થઈ ગયો હતો. તે દિવસો અમે કેમના કાઢ્યા એ અમારું મન જાણે છે. અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો.

અનિરુદ્ધસિંહ: રવિની મમ્મી તો હતી નહીં એટલે મારી બે દિકરી અને રવિ એમ ત્રણ બાળકો માટે મમ્મી પણ હું હતો અને પપ્પા પણ હું જ હતો. અમે કાંઈ ઘટવા દીધું નહોતું. હું તો મારા દિકરાની જેમ જ મારી દિકરીઓ સાથે પણ બધી વાત કરી લેતો હતો. તેમને પણ કોઈ તકલીફ હોયો તો સંકોચ વિના અમે જ વાતો કરીને તેનું સમાધાન લાવતા હતા. મારે પણ કોઈ પ્રશ્ન તેમનાથી છુપાવવાનો રહેતો નહોતો અને તેમના માટે પણ આવું જ હતું.

અનિરુદ્ધસિંહ: મારી વાત કરું તો મારી ઈચ્છા તો રવિને આર્મીનો મોટો ઓફિસર બનાવવાની હતી. મેં આ માટે રવિને આર્મીની એક ટ્યુશન સ્કૂલમાં 6 મહિના માટે તો ટ્રેનિંગ પણ અપાવી હતી. ટ્યુશનમાં પછી તેની ફાઈનલ એક્ઝામ લીધી તો તેમાં રવિ પાસ પણ થઈ ગયો હતો. રવિ આર્મી ઓફિસર બની જ ગયો હોત પણ તેનું પ્રારબ્ધ કાંઈ અલગ જગ્યાએ જ તેને લઈ જવાનું હતું. સૈનિક સ્કૂલમાં એડમિશન લેવા જવાના આગલા દિવસે જ રવિએ ડિસિઝન લીધું કે મારે તો હવે ક્રિકેટર જ બનવું છે. અમે ઘરમાં આ માટે ચર્ચા કરી અને પછી બધાએ નક્કી કરી લીધું કે તે ક્રિકેટર જ બનશે.

રવિ એક દિવસ ઈન્ડિયાની ટીમ માટે ક્રિકેટ રમે એ એની મમ્મીનું સપનું હતું. રવિ પણ નાનપણથી એ માટે મહેનત કરતો હતો અને તેણે નાનપણમાં જ તેની માતાને કહ્યું હતું કે, મમ્મી એક દિવસ હું ઈન્ડિયા માટે ક્રિકેટ રમીશ. હવે તેની માતાના નસીબમાં રવિને આજે ઈન્ડિયા માટે ક્રિકેટ રમતો જોવાનું નહીં હોય. પરંતુ તેણે પોતાનું વચન પૂરું કર્યું એ વાતનો અમને બધાને આજે આનંદ પણ છે અને ગર્વ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *