GUJARAT INDIA

ન્યુઝીલેન્ડ ટીમ ઇન્ડિયા ને પોચાડ્યું મોટું નુકશાન ,જાણી ને હોશ ઉડી જશે

ન્યુઝીલેન્ડ ટીમ ઇન્ડિયા ને પોચાડ્યું મોટું નુકશાન ,જાણી ને હોશ ઉડી જશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ પહેલા જ ન્યૂઝીલેન્ડની ટીમે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાનથી હટાવી દીધું છે. ICCના વાર્ષિક અપડેટ મુજબ ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી શરુ થવાની પેહલા ટીમ ન્યૂઝીલેન્ડ ICC ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને હતી પરંતુ આ જીતથી ટીમ ન્યૂઝીલેન્ડને ત્રણ રેટિંગનો લાભ થયો અને તે ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોચી ગઈ

પરંતુ હવે ICCની વાર્ષિક અપડેટ મુજબ ન્યૂઝીલેન્ડની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં 123 રેટિંગ સાથે પ્રથમ સ્થાને આવી ગઇ છે. જ્યારે ટીમ ઇન્ડીયા 121 રેટિંગ સાથે બીજા સ્થાને જતી રહી છે. ત્રીજા સ્થાને 108 રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયા ટીમ છે અને ટીમ ઇંગ્લેન્ડ 107 રેટિંગ સાથે ચોથા નંબર પર છે.

ન્યૂઝીલેન્ડ ટીમ ઇંગ્લેન્ડમાં છેલ્લા 22 વર્ષથી એક પણ ટેસ્ટ શ્રેણી જીતી નથી. અગાઉ, ન્યૂઝીલેન્ડ ટીમ છેલ્લી ચાર શ્રેણીમાંથી ત્રણ શ્રેણીમાં પરાજિત થઈ છે, જ્યારે એક શ્રેણી ડ્રો થઈ હતી. કિવિ ટીમ છેલ્લે 1999માં ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી હતી. કીવી ટીમે ઇંગ્લેન્ડ સામેની આખી ટેસ્ટ શ્રેણીમાં સારુ પ્રદર્શન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે WTCની ફાઈનલ 18-22 જુન સુધી સાઉધમ્પ્ટનમાં રમાશે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

મે મહિનામાં બહાર પડેલા ICCની વાર્ષિક અપડેટમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ICCની વાર્ષિક અપડેટ મુજબ ટીમ ઇન્ડિયા 121 સાથે પ્રથમ સ્થાને હતી, જ્યારે ટીમ ન્યુઝીલેન્ડ 120 રેટિંગ સાથે બીજા સ્થાને હતી. તે સમયગાળામાં ભારતે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર 2-1થી પરાજિત કર્યું હતું અને ત્યારે જ,

ભારતે ઇંગ્લેન્ડ સામેની ઘર આંગણે શ્રેણીમાં પણ 3-1થી જીત મેળવી હતી. બીજી તરફ, ન્યુઝીલેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન સામે 2-0થી શ્રેણી જીતવામાં સફળ રહી હતી. ICCની વાર્ષિક અપડેટમાં મે વર્ષ 2020ના બાદ રમાયેલી તમામ મૅચના સ્કોરને 100 ટકા રાખવામાં આવ્યો હતો, જ્યારે છેલ્લા બે વર્ષમાં રમાયેલી તમામ મૅચના સ્કોરને 50 ટકા રાખવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *