GUJARAT INDIA

ગુજરાત ના આ 8 મોટા શહેરો ને લઈ ને મોટો નિર્ણય ,જાણો અહી

કોરોનાને પગલે મોટાભાગના તમામ ક્ષેત્રને આર્થિક ફટકો પડયો છે અને તેમાં પ્રવાસન્નો પણ સમાવેશ થાય છે. ગુજરાતના પ્રવાસન્માં ફરીથી પ્રાણ ફૂંકવા માટે હવે આગામી ટૂંક સમયમા આંતરરાજ્ય ફ્લાઇટ વધારવામાં આવી શકે છે. જે ફ્લાઇટ શરૃ કરવાનો પ્રસ્તાવ છે તેમાં અમદાવાદ-રાજકોટ-ભૂજ-અમદાવાદ, અમદાવાદ-સુરત-અમદાવાદનો મુખ્યત્વે સમાવેશ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે બધું જ આયોજન મુજબ પાર પડયું તો બે મહિનામાં આ આંતરરાજ્ય ફ્લાઇટ શરૃ થઇ શકે છે.

ગુજરાતમાં કુલ પાંચ રૃટ પર આંતરરાજ્ય ફ્લાઇટ શરૃ કરવા માટેનો ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ-ભૂજ-રાજકોટ-અમદાવાદ, અમદાવાદ-કેશોદ-પોરબંદર-અમદાવાદ, સુરત-અમદાવાદ-સુરત, સુરત-ભાવનગર-સુરત અને સુરત-અમરેલી-સુરતનો સમાવેશ થાય છે.

‘ઉડાન’ યોજના હેઠળ આ પ્રસ્તાવિત ફ્લાઇટ શરૃ કરવા માટેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આગામી સમયમાં આ ફ્લાઇટ માટે બિડ મૂકવામાં આવે તેની પણ સંભાવના છે. આ ફ્લાઇટ સપ્તાહમાં ૬ દિવસ માટે ઉડાન ભરશે અને એક દિવસ મેઇન્ટેનન્સ માટે આપવામાં આવશેસૂત્રોના જણાવ્યા પ્રમાણે વિવિધ રૃટ પર આંતરરાજ્ય ફ્લાઇટ શરૃ કરવા માટે ડિસેમ્બરમાં સૌપ્રથમ વિચારણા કરવામાં આવી હતી. પરંતુ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ રૃટને સાંકળતી ફ્લાઇટમાં રોડ તેમજ માળખાગત સવલત સુધારવાની કામગીરી ચાલી રહી હોવાથી એ વખતે તે પ્રક્રિયામાં બ્રેક લાગી હતી.

આ પછી મે મહિનાના બીજા સપ્તાહથી આંતરરાજ્ય ફ્લાઇટ શરૃ કરવાની પ્રક્રિયાએ ફરી વેગ પકડયો હતો. જે પણ ઓપરેટર આ રૃટ પર ફ્લાઇટ શરૃ કરવા માગે છે તેમની સાથે વાટાઘાટ ચાલી રહી છે. આ પૈકીના કેટલાક રૃટમાં ઓગસ્ટ માસ દરમિયાન જ ફ્લાઇટ શરૃ થઇ જાય તેની પૂરી સંભાવના પ્રવર્તી રહી છે.

અમદાવાદ-ભૂજ-રાજકોટ-અમદાવાદ અને અમદાવાદ-કેશોદ-પોરબંદર-અમદાવાદમાં છ્ઇ-૭૨એરક્રાફ્ટ હશે. આ બંને ફ્લાઇટ સાંજે ૪થી રાત્રે ૮ દરમિયાન ઓપરેટ થઇ શકે છે. બીજી તરફ સુરત-અમદાવાદ-સુરત, સુરત-ભાવનગર-સુરત, સુરત-અમરેલી-સુરતમાં ૯ મુસાફરો બેસી શકે તેવા નાના એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

હાલમાં પણ અમદાવાદ-પોરબંદર, અમદાવાદ-કંડલા રૃટ પર ફ્લાઇટ છે. જોકે, અગાઉ જેટલી પણ વખત આંતરરાજ્ય ફ્લાઇટ શરૃ કરવામાં આવી છે તેમાંથી મોટાભાગના પ્રોજેક્ટનું ‘બાળમરણ’ જ થયું છે. જાણકારોના મતે, આંતરરાજ્ય ફ્લાઇટ માટે સૌપ્રથમ એરફેરની એક મર્યાદા રાખવી પડશે. ઊંચા એરફેરને કારણે જ તેને નબળો પ્રતિસાદ મળતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *