fact INDIA INTERNATIONAL SPORT

ટેસ્ટ ની ફાઇનલ મેચ ફરી થી યોજવા ની માંગ ,આ દિગ્ગજ ક્રિકેટરો એ કરી માંગ ,જાણો અહી

‘ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019-2021’ અત્યારે એના અંતિમ તબક્કામાં આવી પહોંચી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સાઉથેમ્પ્ટનમાં રમાઈ રહેલી મેચ વરસાદમાં ધોવાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 18 જૂનના પહેલા દિવસે અને 21 જૂનના ચોથા દિવસે વરસાદના વિઘ્ને એકપણ બોલની રમત થઈ શકી ન હતી, જેથી કેવિન પીટરસન, સુનીલ ગાવસ્કર સહિત ઘણા દિગ્ગજ પૂર્વ ક્રિકેટરો અને ફેન્સે આ અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. પીટરસને તો UAEમાં ફાઇનલનું આયોજન કરવા ટકોર કરી હતી. તો ચલો, જાણીએ તેમનાં મંતવ્યો…..

WTCની ફાઇનલ મેચમાં નિર્ણય બહાર આવે એવું લાગી રહ્યું હતું કે એવામાં ફરી એકવાર વરસાદનું વિઘ્ન સામે આવ્યું અને ચોથા દિવસની ગેમ પણ ધોવાઈ ગઈ. પહેલા દિવસે તો રિઝર્વ-ડેની વાત ધ્યાનમાં રાખીને ક્રિકેટ ફેન્સ અને દિગ્ગજ ક્રિકેટરો શાંત રહ્યા હતા, પરંતુ 21 જૂને પણ આખો દિવસ વરસાદમાં વેસ્ટ જતાં પૂર્વ ક્રિકેટરોના ધીરજના પુલ તૂટી ગયા હતા. જો આમ જ ચાલતું રહ્યું અને મેચ ડ્રો ગઈ તો બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરી દેવાશે, તેથી અત્યારે બધાના મનમાં એકજ સવાલ ઊઠી રહ્યો છે કે બેડ વેધરને કારણે મેચ રમ્યા વિના કેવી રીતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનું ટાઇટલ શેર કરી શકાય?

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મને આવું કહેતાં ઘણું દુઃખ થાય છે, પરંતુ અત્યારની પરિસ્થિતિને જોતાં ક્રિકેટજગતની કોઇપણ મહત્ત્વપૂર્ણ ગેમનું આયોજન ઈંગ્લેન્ડમાં ના કરવું જોઇએ. આ પોસ્ટથી સ્પષ્ટ જાણવા મળ્યું હતું કે બેડ વેધરના વિઘ્નથી બંને ટીમો જ નહીં, પરંતુ કેવિન પણ કેટલો વિચલિત થઈ ગયો છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

ઈંગ્લેન્ડમાં ટૂર્નામેન્ટ ના યોજવાના ટ્વીટ પછી ગણતરીની મિનિટમાં કેવિન પીટરસને વધુ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે જો આ નિર્ણય લેવાનું મારા હાથમાં હોત તો મેં WTC જેવી ટૂર્નામેન્ટની ફાઇનલ મેચને દુબઈમાં હોસ્ટ કરાવી હોત. ન્યૂટ્રલ વેન્યુ, આકર્ષક સ્ટેડિયમ, વાતાવરણ પણ સાથ આપે એવું, તાલીમની સુવિધા પણ સરસ અને ઓછામાં પૂરી એક ટ્રાવેલ પ્લેસ… અરે ICC હોમ પણ સ્ટેડિયમની બાજુમાં જ તો છે.

પીટરસનની આવી પ્રતિક્રિયાથી શું ICC પણ આ પ્રમાણે પોતાનું મન બદલી શકે છે કે કેમ? જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી મેચને વાતાવરણના કારણે ડ્રો આપવી પડે એમ હોય તો પીટરસનના આ વિચાર અંગે પણ એકવાર જરૂર ચર્ચા કરવી જોઇએ.

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને સ્ટાર ખેલાડી સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે ભારતીય ટીમ 3-4 દિવસના અંતર પછી ફરીથી WTC ફાઇનલની એક ટેસ્ટ મેચ રમી શકે છે. આમ જોવા જઈએ તો બંને ટીમ પણ આ સમયે ઈંગ્લેન્ડમાં હશે. વધુમાં ગાવસ્કરે કહ્યું હતું કે મારા મત મુજબ આ મેચ ડ્રો જશે અને ટ્રોફી શેર કરવાનો વારો આવશે. ફૂટબોલમાં પણ વિજેતા નક્કી કરવા માટે પેનલ્ટી શૂટ આઉટ હોય છે અથવા અન્ય કોઈ પદ્ધતિ દ્વારા નિર્ણય લેવાય છે. ટેનિસમાં પાંચ સેટ હોય છે અને એક ટાઈ બ્રેકર. WTC ફાઇનલનો વિજેતા પસંદ કરવા માટે પણ એક રીત હોવી જોઇએ. ICC ક્રિકેટ કમિટીએ આ અંગે વિચારવું જોઇએ અને પછી નિર્ણય લેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *