GUJARAT INDIA

પત્ની એ સ્પા નું શટર ખખડાવી ને પતિ ને બહાર બોલાવવા કોશિશ કરી અને પછી…..

સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં સ્પામાં જલસા કરવા ગયેલા યુવકની પાછળ પાછળ તેની પત્નિ પણ પહોંચી ગઈ હતી. પત્નિએ સ્પાનું શટર ખખડાવીને પતિને બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો પણ પતિ બહાર ના આવતાં પત્નિએ પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી. પોલીસે સ્પાનું શટર ખોલાવતાં પતિ અંદર બેસીને દારૂની પાર્ટી કરતો હોવાનું બહાર આવ્યું હતું. ગુરુવારે મોડીરાતે વેસુમાં સફલ સ્ક્વેરમાં ચોથા માળે આવેલા સ્પામાં આ ઘટના બની હતી ને પોલીસ દોડી આવી હતી. અલ્યુર સ્પામાં બહારથી શટર બંધ કર્યું હતું તેથી પત્નિએ પોલીસને ફોન કરવો પડ્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, યુવક જલસા કરવા સ્પામાં ગયો છે એવી પત્નિને ખબર પડતાં પત્નિ સ્પા પર પહોંચી હતી. પત્નીએ સ્પાનું શટર ખોલવા ઘણા પ્રયત્નો કર્યા છતાં ખોલ્યું ન હતું. પછી મહિલાએ 100 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી.

ઉમરા પોલીસની પીસીઆર વાન ત્યાં આવી પહોંચી હતી. પોલીસ આવી છતાં પણ સ્પાનું શટર ખોલ્યું ન હતું. થોડી રાહ જોયા પછી પોલીસ યુવતીને સવારે કાર્યવાહી કરવાની વાત કરી નીકળી ગઈ હતી. જો કે યુવતી ત્યાં ઉભી રહી હતી અને તેણે ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કર્યો હતો. તેના કારણે ઉમરા પોલીસનો સ્ટાફ પાછો ત્યાં દોડી આવ્યો હતો. પોલીસે શટર તોડવાની વાત કરતા યુવતીના પતિ સહિત 3 જણા મળી આવ્યા હતા. સ્પાના એક સંચાલકે તો શટર ન ખોલતા હોવા અંગે પોલીસે પૂછ્યું તો તેણે પોતે ઘરે હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

જો કે પોલીસે તેને પણ સ્પામાંથી પકડ્યો હતો. ઉમરા પોલીસે યુવતીના પતિ રાજેશ રઘુવીર સિંહ (રહે, આકાશ પૃથ્વી, વડોદગામ)ને સ્પામાંથી નશાની હાલતમાં પકડી પાડી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મોડી રાતે સ્પા ચલાવતા કનૈયા માળી અને હસમુખ ગણાતા(બન્ને રહે, સારસ્વત નગર, પીપલોદ)ને ઉમરા પોલીસે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી છે.

3 Replies to “પત્ની એ સ્પા નું શટર ખખડાવી ને પતિ ને બહાર બોલાવવા કોશિશ કરી અને પછી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *