fact GUJARAT INDIA

ગુજરાત ની કોયલ કહેવાતા ગીતા બેન રબારી ની મુશ્કેલી વધી ,નોંધાયો મોટો ગુનો ,જાણો અહી.

ગુજરાતના લોકગાયિકા ગીતા રબારી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ગીતા રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પદ્ધર પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો છે. સમગ્ર મામલો રેલડી ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા લોકડાયરાનો છે.

ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા ડાયરામાં કોરોના ગાઈડલાઈનના નિયમોનો ભંગ થયો હતો. જેને લઈ પોલીસે હવે કાર્યવાહી કરી છે. ફાર્મ હાઉસના ડાયરાના વીડિયો ફૂટેજ મેળવી તપાસ પણ કરી છે.

કચ્છના ભૂજ નજીક રેલડી ફાર્મ હાઉસ આવેલો છે. લોકડાયરાના કાર્યક્રમમાં ગીતા રબારી સહિત અન્ય કલાકારો પણ રહ્યા હતા હાજર. મીડિયા અહેવાલો બાદ પશ્ચિમ કચ્છ પોલીસ હરકતમાં આવી હતી.મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ પણ લોકગાયિકા ગીતા રબારીના એક ફોટોને લઈ વિવાદ સર્જાયો હતો. પોતાના ઘર પર વેક્સિન લેવાનો વિવાદ સર્જાયો હતો.

લોક ગાયિકા ગીતા રબારી વિવાદમાં આવ્યા બાદ ઘરે જઈને કોરોનાની વેક્સિન આપવવા મામલે આરોગ્ય કર્મી ચંદ્રિકાબેને ભૂલને સ્વીકારી હતી જ્યારે ગીતા રબારીના પતિએ ખુલાસો કરતા કહ્યું હતું કે અમે વેક્સિન સેન્ટર પર જઈને લીધી હતી પરતું ફોટો ઘરે પડાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *