GUJARAT INDIA

સુરત માં મિત્ર સાથે ચેટિંગ કરતી હતી યુવતી ,મામી એ પકડી લીધી તો કર્યું કઈક આવું….

આજકાલ કિશોરોના આપઘાતનાં કિસ્સાઓ (teenager suicide) વધી રહ્યાં હોય તેમ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. સાયણમાં (Surat, Sayan) પણ આવો જ એક હૃદય દ્રાવક કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઓરિસ્સામાં રહેતી 15 વર્ષની કિશોરી સોનાલી પ્રધાન સાયણમાં મામાના ઘરે આવી હતી.

ત્યારે મામીને તે મિત્ર સાથે ફોનમાં ચેટિંગ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. એટલે મામીએ તેને ધમકાવીને કહ્યું હતું કે, પિતાને કહી દઇશ. જે વાતથી ગભરાયેલી કિશોરીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, 15 વર્ષની અને ધોરણ 10માં ભણતી સોનાલી કવિરાજ પ્રધાન માસ પ્રમોશન બાદ સાયણમાં રહેતા મામાને ત્યાં આવી હતી. સાયણાનાં વાઈટમુન રેસિડન્સીમાં મામાને ત્યાં આવેલી સોનાલીના પિતા સુરતમાં લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. સોનાલી તેની માતા અને ભાઈ સાથે વતનમાં ઓરિસ્સા રહે છે. માસ પ્રમોશન બાદ તે સુરત ફરવા આવી હતી. જ્યાં સોનાલી મામીના ફોનથી મિત્ર સાથે ચેટીંગ કરતી હતી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

થોડા સમય પહેલા સુરતમાં વિધાર્થીનીના આપઘાત બાદ પીએમમાં તરૂણ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા માતા-પિતા પણ ચોંકી ગયા હતા અને આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા હતા.

જેથી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં કિશોરીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા છે. ગર્ભ પરીક્ષણ કરતા કિશોરીનો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાબતની જાણકારી પરિવારને આપતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *