INDIA SPORT

કોહલી પાસે થી કેપ્ટન શિપ છીનવાય શકે છે ,કેપ્ટન તરીકે કોહલી ના ડબ્બા ડૂલ,જાણો અહી

ટેસ્ટ ક્રિકેટની રેડ ચેરી પણ વિરાટ કોહલીને રાસ ન આવી. સતત 2 વર્ષના પરિશ્રમ બાદ પણ કોહલી સેના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જીતી શકી નહતી. આ હારની સાથે કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજી વાર ICC ટૂર્નામેન્ટની નિર્ણાયક મેચ ગુમાવી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અત્યારે ક્રિકેટ ફેન્સ ઈન્ડિયન ટીમના કેપ્ટન અને કોચને બદલવાની માગ કરી રહ્યા છે. તેવામાં રોહિત શર્માનું નામ પહેલા સામે આવી રહ્યું છે,

શર્માએ કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાને એશિયા કપ (2018) અને નિદાહાસ ટ્રોફી પણ જીતાડી છે. જોકે 1 ટૂર્નામેન્ટ હારી જવાથી આપણે કોઈ ખેલાડીની યોગ્યતા પર પ્રશ્ન ના ઉઠાવી શકીએ. તેમ છતાં આપણે વિરાટ કોહલીની કેપ્ટનશિપના કેટલાક એવા સ્ટેટ્સની માહિતી મેળવીએ જેનાથી એવો આભાસ થાય છે કે બેસ્ટ બેટ્સમેન ઘણીવાર બેસ્ટ કેપ્ટન બની શકતો નથી…..

મહેનત કરીને ટીમ નૉકઆઉટ સ્ટેજમાં તો આવી જાય છે પરંતુ ત્યાંથી તો પછી સીધી ઘર ભેગી જ થઈ જાય છે. ભારતીય ટીમના કેપ્ટન તરીકે વિરાટે પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં જરૂર લખ્યું હશે, પરંતુ જ્યારે ICC ટૂર્નામેન્ટને જીતવાની વાત આવે ત્યારે કોહલીને નામ એક પણ ટ્રોફી નથી. છેલ્લા 4 વર્ષોમાં ટીમ ઈન્ડિયા 3 મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટના નૉકઆઉટ સ્ટેજમાં હારી ગઈ છે. હવે ટીમને ભવિષ્યમાં જો ટૂર્નામેન્ટ જીતવી હોય તો પોતાના સમીકરણો બદલવાની જરૂર છે. ટીમની હારનું કારણ કેઝ્યુઅલ અપ્રોચ પણ હોઈ શકે છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

વિરાટ કોહલીના માથે કેપ્ટનશિપનો ભાર એટલો વધી ગયો છે કે એની બેટિંગમાં પણ પહેલા જેવી ધાર રહી નથી. છેલ્લા કેટલાક વર્ષોથી વિરાટ કોહલીનું પ્રદર્શન પહેલા જેવું જોવા મળ્યું નથી. કોહલીએ દોઢ વર્ષથી એકપણ સદી નોંધાવી નથી. એણે 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધની ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સદી નોંધાવી હતી. ત્યારે એણે કોલકાતામાં શાનદાર 136 રન બનાવ્યા હતા. વનડેમાં વિરાટ કોહલીએ 14 ઓગસ્ટ 2019ના રોજ સદી મારી હતી. આ સદી એણે વેસ્ટઇન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં નોંધાવી હતી.

વર્ષ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાને 180 રનથી હરાવ્યું હતું. ત્યારપછી 2019 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું અને હવે ફરી એકવાર કોહલી સેના ટૂર્નામેન્ટના નૉકઆઉટ રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની મેચ હાર્યું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ સિલેક્ટર કિરણ મોરેએ કેટલાક સમય પહેલા રોહિત શર્માને કેપ્ટન બનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.

આ મેચ 18 જૂન 2017ના રોજ ઈંગ્લેન્ડના ધ ઓવલ ખાતે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટના નુકસાને 338 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોહલી સેના 30.3 ઓવરમાં 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને આ મેચ 180 રનથી જીતીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી પોતાને નામ કરી હતી.

1978થી ભારત-પાકિસ્તાન વનડે રમી રહ્યા છે. વનડેમાં 39 વર્ષમાં આ ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ સૌથી મોટી હાર હતી. આ મેચમાં ભારત-પાકિસ્તાન કોઇપણ ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં 10 વર્ષ પછી સામ-સામે હતા. આની પહેલા 2007 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર 9 જુલાઈ 2019 વર્લ્ડ કપના સેમી-ફાઇનલમાં થઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નહતી. આ મેચમાં પણ વરસાદે વિઘ્ન નાખ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 240 રનનો લક્ષ્યાંક હતો. જેના જવાબમાં બીજીવાર બેટિંગ કરતા સમયે ટીમ ઇન્ડિયાએ 24 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જેના પરિણામે ટીમ ઇન્ડિયાને 18 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મેચ પછી લોકી ફર્ગ્યુસને જણાવ્યું હતું કે વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાનું પલડું ભારે હતું. વિરાટ કોહલીની ટીમ ઓવર કોન્ફિડન્સમાં રહી હતી, એમની બોડી લેન્ગ્વેજ પરથી જોવા મળ્યું હતું કે તેઓ 240 રનનો સ્કોર સરળતાથી ચેઝ કરી લેશે. અમે આનો જ ફાયદો ઉઠાવીને ટીમની 4 વિકેટ 24 રનમાં લઈ લીધી હતી અને ટીમ ઈન્ડિયા પર પ્રેશર બનાવી લીધું હતું. આજ કારણોસર ભારતીય ટીમ નિર્ણાયક મેચમાં હારી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *