INDIA SPORT

ટેસ્ટ મેચ માં હાર બાદ કોહલી એ આ લોકો પર ઢોળ્યું બધું – જાણી ને નવાઇ લાગશે તમને

ટેસ્ટ મેચ માં હાર બાદ કોહલી એ આ લોકો પર ઢોળ્યું બધું – જાણી ને નવાઇ લાગશે તમને ઇંગ્લેન્ડના સાઉથેમ્પટનમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમની હાર બાદ કરોડો ભારતીયોના દિલ તૂટ્યા હતા. ન્યૂઝીલેન્ડ ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતને 8 વિકેટે હરાવી ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયાએ મેચમાં ઘણી જગ્યાએ ભૂલો કરી હતી જેના પરિણામ સ્વરૂપે તેમની પાસેથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો તાજ છીનવાયી ગયો હતો. જેથી ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી સહિતના અન્ય ખેલાડીઓ ખુબ જ નિરાશ થયા હતા. મેચ બાદ કોહલીએ આ હાર માટે કેટલાક કારણોને જવાબદાર ઠેરવ્યા હતા.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત યોજાયેલા WTC ફાઈનલમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 249 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમને 32 રનની લીડ મળી હતી,

બીજી ઈનિંગ્સમાં ભારતીય ટીમ 170 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને કીવી ટીમને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ ટીમે કેપ્ટન વિલિયમસનની અણનમ અડધી સદીની મદદથી 2 વિકેટ ગુમાવીને 139 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીત મેળવી પોતાનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવી દીધું છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ન્યૂઝીલેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં જીત મેળવવા માટે દાવેદાર ગણાવી હતી અને કહ્યું હતું કે, ભારતીય ટીમના પ્રદર્શન પર વરસાદની ખુબ જ ખરાબ અસર પડી હતી,

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

જેથી તે WTCના ફાઈનલના મુકાબલામાં નિષ્ફળ રહી હતી. કોહલીએ વધુમાં કહ્યું કે, ‘ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદના કારણે નિષ્ફળ ગયો હતો અને જ્યારે મેચ ફરી શરૂ થઈ ત્યારે ખેલાડીઓ ફોર્મમાં નહોતા. ત્યારે અમે ફક્ત ત્રણ વિકેટ ગુમાવી હતી પરંતુ જો મેચ કોઈ વિક્ષેપ વગર આગળ રમાઇ હોત તો અમે વધુ રન બનાવી શક્યા હોત.

કોહલીએ જણાવ્યું હતું કે, જો તેની ટીમે બીજી ઈનિંગમાં 30-40 રન વધુ બનાવ્યા હોત, તો પરિણામ કંઈક અલગ જ હોત. કોહલીએ કેન વિલિયમસન અને ન્યૂઝીલેન્ડની આખી ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે, વિલિયમસને મેચની શરૂઆતમાં જ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને ત્રણ દિવસથી ઓછા સમયમાં સારું પરિણામ પ્રાપ્ત કર્યુ હતું. કિવી ટીમે તેમના શાનદાર પ્રદર્શનથી અમને દબાવમાં રાખ્યા હતા.’ કોહલીએ વધુમાં જણાવ્યું કે, ‘ન્યુઝીલેન્ડના બોલરોએ તેમની રણનીતિ પર સારી રીતે અમલ કર્યો હતો.

જ્યારે ભારતીય ખેલાડીઓએ આ મેચની પ્રથમ ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યાં જ બીજી ઈનિંગમાં ટીમના મોટાભાગના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. બીજી ઈનિંગમાં ટીમ માત્ર 170 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ ફરી ફ્લોપ સાબિત થયા હતા. બીજી તરફ, અશ્વિન સિવાય, કોઈ પણ બોલર અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *