GUJARAT INDIA SURAT

સુરત માં ભાજપ અને આપ ના કાર્યકરો વચ્ચે ભારે મારામારી ,જાણો શું હતો મામલો

સુરત માં ભાજપ અને આપ ના કાર્યકરો વચ્ચે ભારે મારામારી ,જાણો શું હતો મામલો સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે યોજાયેલી ચૂંટણીમાં આપના એક ઉમેદવારની હાર થતા મતગણતરી સ્થળે જ ભારે ધાંધલ ધમાલ અને અરાજકતા ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. આ

પના કોર્પોરેટરોએ ભારે ધમાલની સાથે સરદાર સભાગૃહના દરવાજા પણ તોડી નાખ્યા હતા. આમ આદમી પાર્ટીની મહિલા અને પુરુષ કોર્પોરેટરો સત્તા પક્ષ ભાજપ ઉપર શિક્ષણ સમિતિના સભ્ય માટે થયેલી ચૂંટણીમાં ગેરરીતિ કર્યાનો આક્ષેપ મૂકીને હંગામા કર્યો હતો

મનપાના કુલ 12 સભ્યો માટે ચૂંટણી થવાની હતી. જેમાંથી 4 ભાજપના બિન હરીફ ચૂંટાયા હતા. જયારે 8 સભ્ય પદ માટે ચૂંટણી યોજાઈ હતી. 8 પદ માટે કુલ 9 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં 6 ભાજપના અને 1 ભાજપ પ્રેરિત જયારે આમ આદમી પાર્ટીના 2 સભ્ય મેદાનમાં હતા. મતગણતરી દરમિયાન એક મતપત્રકમાં 8ના બદલે 16 મતો અપાયા હતા. જેથી તેને રદ કરવામાં આવ્યું હતું. જેને લઈને આપના કોર્પોરેટરો હંગામો કર્યો હતો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ ચૂંટણીમાં ભાજપના 7 અને આપના એક સભ્યની જીત થઇ હતી. સુરત મનપાના વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ શાસક પક્ષ ભાજપ અને મનપાની સિક્યોરિટી પર ગંભીર આક્ષેપ કર્યા હતા. સમગ્ર ઘટનાક્રમમાં જે ધમાલ થઈ તેને મેયર હેમાલી બોધવાળાએ વખોડી કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *