Uncategorized

T-20 વર્લ્ડ કપ કેન્સલ , હવે IPL અંગે પણ BCCI નિર્ણય લઈ શકે છે,જાણો અહી

ભારતમાં કોરોના મહામારીના જોખમને જોતા T-20 વર્લ્ડ કપ 2021ને UAEમાં શિફ્ટ કરાયો છે. આ અંગે BCCI સચિવ જય શાહે જાણકારી આપી છે. તેણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વર્લ્ડકપનું શેડ્યૂલ ICC દ્વારા જાહેર કરવામાં આવશે. આ વર્લ્ડ કપ પણ કોરોના ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે રમાશે. BCCI આજે IPLની 14મી સીઝનની બાકી 31 મેચનું શિડ્યૂલ જાહેર કરી શકે છે.

T-20 વર્લ્ડ કપનું આયોજન UAEમાં કરવાના મુદ્દે BCCIના વાઇસ પ્રેસીડન્ટ રાજીવ શુક્લાએ કહ્યું કે આજે ડેડ લાઇન હતી અને અમારે આ અંગે આજે 28 જૂને ICCને જાણ કરવાની હતી. અમે BCCIના અધિકારી સાથે કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી, આ દરમિયાન અમે કોરોનાની પરિસ્થિતિને પણ સમજી હતી.

રાજીવ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 3-4 મહિનામાં શું થશે એની કોઈને જાણ નથી. અત્યારે અમે આ વર્લ્ડ કપને UAEમાં શિફ્ટ કરવા બાબતે ICCને સૂચિત કરીશું, કારણ કે આજ એક આદર્શ માર્ગ છે. આ વર્લ્ડ કપને અમે હોસ્ટ કરવા માગતા હતા અને આની પ્રાથમિકતા પણ ભારત દેશને જ મળી હતી.

આ વર્ષે 9 એપ્રિલે IPL 2021 ભારતમાં જ રમાઈ હતી. મિડ સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ઋદ્ધિમાન સાહા, દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા, KKRના સંદીપ વોરિયર અને વરુણ ચક્રવર્તી, CSKના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને બેટિંગ કોચ માઈકલ હસી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. એવામાં 4 મેના રોજ 29 મેચ રમ્યા પછી IPLની સીઝનને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવી હતી. હવે 31 મેચ બાકી છે.

IPL સસ્પેન્ડ થઈ હોવાથી ભારતમાં વર્લ્ડ કપનું આયોજન થવું મુશ્કેલ છે. આ ICC ટૂર્નામેન્ટ માટે BCCIએ ભારતમાં 9 વેન્યૂ પસંદ કરાયાં હતાં. આનું નિરીક્ષણ કરવા માટે ICCના અધિકારી એપ્રિલમાં કોરોનાને કારણે ભારત નહોતા આવ્યા. એપ્રિલ અને મેમાં ભારતની અંદર કોરોનાની બીજી લહેર પીક પર હતી. હવે 2021ના અંતિમ તબક્કામાં ત્રીજી લહેર આવવાનું અનુમાન છે. એવામાં ભારત દેશની અંદર IPL અને T20 વર્લ્ડ કપ થવો સંભવ નથી.

ICCએ ઘણીવાર BCCIને કહ્યું છે કે તે T20 વર્લ્ડ કપ માટે ભારત સરકારથી ટેક્સમાં છૂટ અપાવે. આ બાબતે BCCIએ હજુ સુધી કશું કર્યું નથી. આની સાથે દેશને કોરોના મહામારીને પરિણામે ઘણું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે, એવામાં સરકાર છૂટ આપવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં BCCI વર્લ્ડ કપને UAEમાં શિફ્ટ કરી શકે છે.
કોરોના મહામારી વચ્ચે IPL ભારતમાં કરવી સંભવ નથી. એથી આ લીગ પણ દેશની બહાર જ શિફ્ટ થશે. આવી સ્થિતિમાં જો BCCI ભારતમાં T-20 વર્લ્ડ કપનું આયોજન કરશે તો ખેલાડીઓને વારંવાર દેશની અંદર પ્રવાસ કરવો પડશે. આ બધું કોરોના મહામારી વચ્ચે સંભવ નથી. બાયો-બબલ પ્રોટોકોલનું પણ પાલન કરવું પડશે. એવામાં BCCI વર્લ્ડ કપ પણ UAEમાં યોજવા માટે સજ્જ છે.

એ જ સમયે, ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકા સાથે હોમ સિરીઝ પણ રમશે. જ્યારે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે રમવાનું છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડ સાથે હોમ સિરીઝ રમવાની છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડીઓ પણ રાષ્ટ્રીય ટીમ સાથે જોડાશે.

ટૂર્નામેન્ટ રદ થશે તો રૂ. 2500 કરોડનું નુકસાન
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટેલિગ્રાફને આપેલા ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે તે અત્યારે તો ટૂર્નામેન્ટ મુદ્દે કોઈ ઉતાવળ નહીં કરે. ધીરે-ધીરે આના પર નિર્ણય લેવાશે. તેમણે કહ્યું હતું કે જો IPL આ વર્ષે નહીં કરવામાં આવે તો BCCIને 2500 કરોડનું નુકસાન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *