GUJARAT SURAT

સુરત માં AAP અધ્યક્ષ ના ઘરે BJP ના કાર્યકરો નો હોબાળો , ઇટાલિયા એ કઈક એવું કહ્યું કે જાણી ને હોશ ઉડી જશે

સુરતમાં AAPના અધ્યક્ષના ઘરે ભાજપના કાર્યકરો જતાં હોબાળો, ઈટાલિયાએ કહ્યું, પાટીલના માણસોએ મારાં મમ્મી અને બહેન સાથે અભદ્ર વર્તન કર્યું.

ગોપાલ ઈટાલિયાના ઘર નજીક હોબાળો મચી ગયો હતો.(ઈન્સેટમાં ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર મેસેજ મૂક્યો હતો).
ઈટાલિયાના ધર્મવિરોધી નિવેદનથી ભાજપ સમર્થિત યુવકો દ્વારા તેના ઘરે જઈ શ્રીમદ્ ભગવદગીતા આપવાના પ્રયાસનું અનુમાન
ઇટાલીયાના હિન્દુ ધર્મ વિરોધી નિવેદનને લઇને વિરોધ ઉઠ્યો છે.

આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ અગાઉ આપેલા ધર્મવિરોધી નિવેદનનો મામલો શાંત થવાનું નામ નથી લેતો. ઈટાલિયાનો રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના મોટા વરાછા સુદામા ચોક ખાતે રહેતા ગોપાલ ઈટાલિયાના ઘરે ભાજપ સમર્થિત ચારેક યુવાનોએ પહોંચીને તેમની ગેરહાજરીમાં તેમની માતા સાથે પણ જીભાજોડી કરી હતી.

તેમને શ્રીમદ્ ભગવદગીતા આપવાનો પ્રયાસ કરાયો હતો, જેથી ગોપાલ ઈટાલિયાએ પોલીસને જાણ કરવાની સાથે કહ્યું હતું કે પાટીલના માણસોએ મારાં મમ્મી અને બહેન સાથે અભદ્ર વર્તન કર્યું છે. હાલ અમરોલી પોલીસે યુવકોને ઝડપી લીધા બાદ બન્ને પક્ષની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

શનિવારે બપોરે 7 જેટલા યુવકો મોટાવરાછાની તુલસી રેસીડેન્સી ખાતે પહોંચ્યા હતા.અને હનુમાન ચાલીસા ગાતા ગાતા રેસિડેન્સીની વચ્ચેના રાધા કૃષ્ણના મંદિર તરફ જવા પ્રયાસ કરવા લાગ્યા હતા.જ્યા રેસીડેન્સીના અમુક લોકોએ રોકવાનો પ્રયાસ કરતા જીભાજોડી કરી હતી.

જે પૈકી 2 યુવકો ઈટાલીયાના ઘર બહાર પહોંચી ગયા હતા અને ઇટાલીયાની માતાને ભગવત ગીતા આપી દીકરાને આપવા કહ્યું હતું.જોકે આસપાસના લોકો ભેગા થઇ જતા બંને યુવકો ભાગી છૂટ્યા હતા.લોકોએ અમિત આહીર અને વિકાસ આહીરને ઘેરો ઘાલી હોબાળો મચાવ્યો હતો અને હાથાપાઈ કરી હતી.

પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંનેને અમરોલી પોલીસ મથક લઈ ગઈ હતી.યુવકોને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવતા પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી હતી.

સમગ્ર ઘટના મામલે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને અન્ય કાર્યકરોએ પોલીસ કમિશનરને રજુઆત કરી હતી અને આપના આગેવાનો અને કાર્યકરો પર થઇ રહેલા હુમલા બાબતે સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી.

ગોપાલ ઈટાલિયાના ઘર નજીક જાહેર રસ્તા પર પણ હોબાળો મચી ગયો હતો. શ્રીમદ્ ભગવદગીતા આપવાના નામે દલીલો કરી.
ભાજપ-સમર્થકો અમિત આહીર અને વિકાસ આહીર સહિતના યુવકો ‘આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે તુલસી રેસિડેન્સીમાં પહોંચ્યા હતા.

એપાર્ટમેન્ટના તમામ દરવાજા ખટખટાવીને ઘરમાં રહેલા સભ્યોને પૂછ્યું હતું કે તમને ભગવદગીતા જોઈએ છે. ત્યાર બાદ ચાર યુવક ગોપાલ ઇટાલિયાના ઘરે પહોંચતાં તેમને પૂછ્યું કે ગોપાલ ઇટાલિયા જો ઘરમાં હોય તો તેને બહાર બોલાવો.

ત્યારે તેની માતા સાથે દલીલો કરીને અસભ્ય વર્તન કર્યું હતું. જો તમારે એપાર્ટમેન્ટના લોકો પણ ત્યાં એકત્રિત થઇ જતાં ચાર પૈકી બે યુવક ભાગવામાં સફળ થયા હતા. અમિત આહીર અને વિકાસ આહીર ઝડપાયા હતા. તેમણે ગોપાલ ઇટાલિયાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું હતું. એપાર્ટમેન્ટના લોકોએ પણ યુવકની સામે સૂત્રોચ્ચાર કરીને પોલીસને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *