fact INDIA SPORT

ટીમ ઇન્ડિયા ના કોચ રવી શાસ્ત્રી ની જગ્યા એ આ 4 દિગ્ગજ ના નામ આવ્યા સામે ,જાણો અહી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની સામે શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીની જોરદાર આલોચના થઇ રહી છે. રવિ શાસ્ત્રીના કોચ રહેતા ભારત સતત પાંચમી વખત ICC ટુર્નામેન્ટ જીતથી ચૂકી ગયા. શાસ્ત્રીનો કાર્યકાળ ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર T20 વર્લ્ડ કપ બાદ પૂરો થઇ રહ્યો છે. જો કોચ તરીકે રવિ શાસ્ત્રીનું પ્રદર્શન સુધરતું નથી તો ટીમ ઇન્ડિયાને નવો કોચ મળવાનું નક્કી છે. એવામાં રવિ શાસ્ત્રીની જગ્યાએ ટીમ ઇન્ડિયાના કોચ બનવાના 4 મોટા દાવેદાર છે.

રવિ શાસ્ત્રીનો વિકલ્પ શોધવાની તૈયારી BCCIએ શરૂ કરી દીધી છે. રાહુલ દ્રવિડને શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાના કોચ તરીકે મોકલ્યા છે. દ્રવિડના કોચિંગમાં અંડર-19 ટીમે 2018માં વર્લ્ડ કપ જીત્યો હતો. જો ભારત ટી-20 વર્લ્ડ કપ જીતી નહીં શકે તો રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાના કોચ બનાવી શકે છે.

ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસન વર્લ્ડ ક્રિકેટમાં ખૂબ જ સફળ કોચ રહ્યા છે. માઇક હેસનના કોચિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમે 2015 વર્લ્ડ કપ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 2012 થી 2018 સુધી ન્યૂઝીલેન્ડના કોચ રહ્યા હતા. હાલ માઇક હેસન આઇપીએલની ટીમમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના ડાયરેકટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ છે.

ટોમ મૂડી હાલ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના ડાયરેકટર ઓફ ઓપરેશન્સ છે. ટોમ મૂડીએ 2017માં ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે ઇન્ટરવ્યુ આપ્યો હતો. ટોમ મૂડીએ કોચની સિલેકશન પ્રોસેસમાં રવિ શાસ્ત્રીને જોરદાર ટક્કર આપી હતી પરંતુ વિરાટ કોહલીની પસંદગીને ધ્યાનમાં રાખતા શાસ્ત્રીને કોચ બનાવ્યો. ટોમ મૂડી ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે મોટા દાવેદાર છે.

પોતાની નિડર બેટિંગની જેમ બેખોફ અંદાજ માટે જાણીતા ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગ પણ કોચ બનવા માટે દાવેદાર છે. સહેવાગ પહેલાં પણ ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે અરજી કરી ચૂકયા છે. જો કે સહેવાગની પાસે કોચિંગનો અનુભવ નથી પરંતુ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના સાથે તેમના સંબંધ સારા રહ્યા છે. એવામાં તેમને તક મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *