ENTERTAINMENT INDIA

લગ્ન માં દુલ્હને પાણીપુરી નો હાર અને તાજ પહેર્યો – જુઓ અહી

પાણીપુરી એક એવી ડિશ છે જે દરેક ઉંમરના લોકોની ફેવરિટ હોય છે. દક્ષિણ ભારતમાં એક દુલ્હનને પાણીપુરી અંતરમાં વ્હાલી છે. તેણે પોતાના લગ્નમાં પકોડીની વરમાળા બનાવડાવી અને પહેરી પણ ખરા. આ વાત માનવામાં ના આવે તેવી છે પણ સાચી છે.

દુલ્હનનું નામ અક્ષયા છે અને દુલ્હાનું નામ અભિષેક છે. અક્ષયાએ પકોડીની વરમાળા પણ પહેરી અને તેની સાથે તાજ પણ પકોડીમાંથી જ બનાવ્યો.પકોડીનો તાજ પહેરીને એકદમ ખુશ દેખાઈ રહી છે. આ વીડિયો આર્ટ બાલાજી મેકઓવર સ્ટાઈલ્સે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે,

અક્ષરા અને અભિષેકને લગ્નનાં ખૂબ અભિનંદન. આ મેકઅપ સવારે 3 વાગ્યે કર્યો હતો અને ફોટો રાતે 3 વાગે ક્લિક કર્યો છે. આટલા કલાક પછી પણ મેકઅપ ખરાબ થયો નથી. ગયા મહીને શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધી 40 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.

સામાન્ય રીતે પાણીપુરીની ડિશ જમણવારમાં રાખવામાં આવે છે, પણ અક્ષયા તો પકોડીની સાથે જ લગ્ન મંડપમાં બેઠી હતી. આ કપલનાં મેરેજમાં આવેલા મહેમાનોને પણ આશ્ચર્ય થયું હતું.તેઓ જીવનમાં ક્યારેય આ હટકે મેરેજ ભૂલી નહીં શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *