ENTERTAINMENT INDIA SPORT

રૈના એ ધોની અને કોહલી અંગે ચોંકાવનારા નિવેદન આપ્યા ,કહ્યું કે….

સુરેશ રૈનાએ ધોની અને IPL અંગે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. ન્યૂઝ 24 સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે જો ધોની IPLની બીજી સીઝન નહીં રમે તો હું પણ IPL રમવાનું છોડી દઇશ. આની સાથે રૈનાએ ડેબ્યુ મેચ પહેલાં તેની સાથે થયેલા રેગિંગના કિસ્સા સહિત ફેવરિટ કેપ્ટન અને વિરાટ કોહલીની કેપ્ટનશિપ અંગે પણ વાતચીત કરી હતી.

સુરેશ રૈનાએ પોતાનાં જીવન અને કારકિર્દી અંગે એક બુક લોન્ચ કરી છે. આ બુકને વાચકો તરફથી સારી પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. રૈનાએ આ બુક અંગે વિગતવાર માહિતી આપવા માટે ન્યૂઝ 24 સાથે વાતચીત કરી હતી. સુરેશ રૈનાને આ બુક લખતાં 5થી 6 મહિના લાગ્યા હતા. રૈનાએ જણાવ્યું હતું કે આ બુક લખવા પાછળ મારો એક જ ઉદ્દેશ હતો કે હું તમામ પ્રશંસકોને થેન્ક્યુ કહું અને મારા જુનિયર સાથી ખેલાડીઓને આનાથી પ્રેરણા મળે. તો ચલો, જાણીએ સુરેશ રૈના સાથેની વાતચીતના કેટલાક મહત્ત્વપૂર્ણ અંશ………..

સુરેશ રૈનાએ ઇન્ટરવ્યુ દરમિયાન રેગિંગનો કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે હું જ્યારે ટીમમાં જોડાયો ત્યારે રાહુલ દ્રવિડ કેપ્ટન હતા. હું ડ્રેસિંગ રૂમમાં જ્યારે એન્ટર થયો ત્યારે યુવરાજ સિંહે મને પૂછ્યું હતું કે મારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? એ સમયે રૂમમાં ઈન્ડિયન ટીમના મોટા ભાગના દિગ્ગજ ક્રિકેટરો હાજર હતા. ત્યારે સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ સહિત ઘણા ક્રિકેટર્સ મારા જવાબનો વેઈટ કરી રહ્યા હતા.

રૈનાએ ન્યૂઝ 24 સ્પોર્ટ્સ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોની એક પ્રામાણિક કેપ્ટન છે. તેણે ઘણા ખેલાડીઓને સ્ટાર ક્રિકેટર બનાવ્યા છે. ધોની સંકટના સમયે ટીમનો સારથિ બને છે. ધોની હંમેશાં યંગસ્ટર્સને મદદ કરે છે. ધોનીએ મને સર્જરી કરાવવા માટે સપોર્ટ કર્યો હતો. હું દોઢ વર્ષ ક્રિકેટ નહોતો રમ્યો ત્યારે ધોનીએ મને સતત મદદ કરી હતી.

સુરેશ રૈનાએ IPL ફેઝ-2ની તૈયારી શરૂ કરી દીધી છે. રૈનાને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તમે CSKમાંથી બહાર જશો તો કંઇ ટીમમાંથી રમવાનું પસંદ કરશો? ત્યારે તેણે ન્યૂઝ 24 સ્પોર્ટ્સને જવાબ આપતાં જણાવ્યું હતું કે ના ના એવું નથી, જો ધોનીભાઈ આગામી સીઝનમાં નહીં રમે તો હું પણ નહીં રમું. 2008થી અમે સાથે રમી રહ્યા છીએ અને જો ધોનીભાઈ ક્રિકેટ છોડશે તો હું તેમને કહીશ કે તમે આમ ના કરો. મને આશા છે કે ધોની મારી વાત માનશે, હું તેમને મનાવી લઇશ. મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ એક જ દિવસે (15 ઓગસ્ટ 2020) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો.

રૈનાને જ્યારે ફેવરિટ કેપ્ટન અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે દરેક કેપ્ટનની અલગ ભૂમિકા હોય છે. તેમનું વિઝન પણ અલગ હોય છે, તો મારા મત મુજબ ઈન્ડિયન ટીમના બધા કેપ્ટન પોતપોતાની રીતે બેસ્ટ છે. રૈનાએ વધુમાં જણાવ્યું હતું કે જેમ માતા-પિતામાંથી કોણ સૌથી બેસ્ટ છે, એનું તારણ કાઢવું મુશ્કેલ છે. ઈન્ડિયન ટીમનો બેસ્ટ કેપ્ટન કોણ છે એ કહેવું પણ મુશ્કેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *