INDIA

એક વર્ષ માં 300 દિવસ ઊંઘે છે આ વ્યક્તિ ,ખાવા પીવા થી લઇ ને નવા સુધી બધું ઊંઘ માં જ કરે છે ,જાણો અહી

એક વર્ષ માં 300 દિવસ ઊંઘે છે આ વ્યક્તિ ,ખાવા પીવા થી લઇ ને નવા સુધી બધું ઊંઘ માં જ કરે છે ,જાણો અહી,રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક વ્યક્તિ એવો પણ છે, જે વર્ષમાં 300 દિવસ સુધી સુવે છે. તેનુ ખાવાથી લઈને ન્હાવા સુધીનું બધુ ઉંધમાં જ થાય છે. સાંભળવમાં વિચિત્ર લાગે છે, જોકે જિલ્લાના ભાદવા ગામમાં રહેનારો 42 વર્ષનો પુરખારામ અજીબ બીમારીથી પીડિત છે. લોકો તેને કુંભકરણ કહે છે.પુરખારામને એક્સિસ હાયપરસોમ્નિયા નામની બીમારી છે.

ઘરવાળાએ જણાવ્યું કે એક વખત ઉંધ્યા પછી તે 25 દિવસ સુધી જાગતા નથી. તેની શરૂઆત 23 વર્ષ પહેલા થઈ હતી. શરૂઆતના ગાળામા 5થી 7 દિવસ સુધી સુતા હતા, જોકે ઉઠાડવામાં ખૂબ જ મહેનત કરવી પડતી. આ વાતથી હેરાન ઘરના સભ્યો તેમને ડોક્ટરની પાસે સારવાર માટે લઈ ગયા. જોકે બીમારી પકડમાં આવી ન હતી.

ધીરે-ધીરે પુરખારામનો સુવાનો સમય વધતો ગયો અને હવે 1 મહીનોને 25 દિવસ સુધી સુતા રહે છે. ટીમે જ્યારે એક્સપર્ટ સાથે વાત કરી તો ખ્યાલ આવ્યો કે પુરખારામને એક્સિસ હાયરસોમ્નિયા નામની બીમારી છે. આ બીમારીમાં વ્યક્તિ વધુ પ્રમાણમાં ઉંધ લે છે.પુરખારામને ત્યાં ટીમ પહોંચી તો તેમની પત્ની લિછમી દેવીએ તેમની સાથે વાત કરવાની અપીલ કરી, જોકે આ કામ મુશ્કેલીવાળુ હતું. 3 કલાકની મથામણ પછી પુરખારામ ઉઠ્યા અને તે પણ 2 મિનિટ માટે. ઉઠાડીને ખુરશી પર બેસાડ્યા પરંતુ ત્યાં પણ બેઠા-બેઠા સુઈ ગયા. પુરખારામની પત્ની લિછમી દેવીએ જણાવ્યું કે ગામમાં દુકાન છે પરંતુ તે પણ બંધ છે.

વૃદ્ધ માતાએ જણાવ્યું કે હાલ તો ખેતીવાડીથી ગુજારો થઈ રહ્યો છે. જોકે એક પૌત્ર અને 2 પૌત્રીઓના અભ્યાસ અને ભવિષ્યને લઈને ચિંતિંત છું.પુરખારામ સુવે પછી તેમનું ઉઠવાનું લગભગ અશકય થઈ જાય છે. તેમને તેમના પરિવારના સભ્યો ઉંધમાં જ ખાવાનું ખવડાવે છે. જ્યારે બાથરૂમ જવાનું હોય છે તો ઉંધમાં જ પુરખારામ બેચેન થઈ જાય છે. તેમને ઉઠાવીને પરિવારના સભ્યો બાથરૂમ લઈ જાય છે.

જ્યાં તેમને પકડીને ટોયલેટ સીટ પર બેસાડવામાં આવે છે. અત્યાર સુધી પુખરામની ઉંધનો કોઈ ઈલાજ મળ્યો નથી. જોકે પુખરામની માતા કંવરી દેવી અને પત્ની લિછમી દેવીને આશા છે કે તેઓ ઝડપથી સાજા થઈ જશે અને પહેલાની જેમ પોતાની જીંદગી જીવશે.જ્યારે આ અંગે ન્યુક્લિયોમેડીસીનના એમડી અને જયપુરના ડોક્ટર અરુણ ઝાંઝડિયા સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે હાયપરસોમ્નિયા બે પ્રકારના હોય છે. આ કેસમાં એ વાત પ્રકાશમાં આવી છે કે પુરખારામ સતત હાયપરસોમ્નિયાથી પીડાતા હતા. હવે તે સેકન્ડરી હાયપરસોમ્નિયા એટલે કે હવે એક્સિસ હાયપરસોમ્નિયાનો શિકાર થયા છે. તેના કારણે તેમને સતત કેટલાય દિવસો સુધી ઉંધ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *