fact Health INTERNATIONAL

કોવીડ હોસ્પિટલ માં લાગી ભયાનક આગ ,એક સાથે 44 દર્દી ના થયા મોત – કૉમેન્ટ માં ઓમ શાંતિ લખીએ

ઇરાકના દક્ષિણ શહેર નસીરિયાની અલ-હુસૈન કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં 2 આરોગ્યકર્મચારી સહિત 44 લોકોનાં મોત નીપજ્યાં અને 67 લોકો ઘાયલ થયા હતા. આગને કાબૂમાં લેવામાં આવી છે. કોવિડ વોર્ડમાં ઓક્સિજન-ટેન્કમાં વિસ્ફોટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મૃત્યુઆંક વધી શકે છે અકસ્માત દરમિયાન આરોગ્યકર્મચારીઓએ કોવિડ હોસ્પિટલમાંથી સળગતા મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જ્યારે ધુમાડાને કારણે ઘણા દર્દીઓ ઉધરસ ખાતા હતા. આ અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેથી આગ લાગવાનું કારણ જાણી શકાય. ઘણા લોકો લાપતા થયા હોવાનું જણાવાયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

એપ્રિલની શરૂઆતમાં બગદાદની કોરોના હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 82 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 110 લોકો ઘાયલ થયા હતા. યુદ્ધ અને પ્રતિબંધો દ્વારા પહેલેથી જ નષ્ટ થઈ ચૂકેલા ઇરાકના આરોગ્ય વિભાગને કોરોના વાયરસ સામે લડવા માટે પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અહીં અત્યારસુધીમાં આ મહામારીને કારણે 14.38 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે, જ્યારે17,592 લોકો મૃત્યુ પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *