INDIA SPORT

આજે વલ્ડ કપ પેહલા ની છેલ્લી T-20 સિરીઝ આવી રણનીતિ થી ઉતરશે મેદાન માં – જુઓ અહી

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ સમાપ્ત થઈ ચૂકી છે. જે સિરીઝને ટીમ ઈન્ડિયાએ 2-1થી જીતી લીધી હતી. વનડે પછી હવે બંને ટીમો 3 મેચની T-20 સિરીઝ રમવા જઈ રહી છે. T-20 વર્લ્ડ કપ પહેલા આ ટીમ ઈન્ડિયાની છેલ્લી સિરીઝ રહેશે. જેના કારણે આ મેચમાં ભુવનેશ્વર કુમારથી લઇને બીજા ઘણા ક્રિકેટર્સ નવા રેકોર્ડ બનાવી શકે છે. ચલો શ્રીલંકા અને ભારત વચ્ચેની T20 સિરીઝના તમામ મુખ્ય રેકોર્ડ્સ અને આગામી લક્ષ્યો પર નજર કરીએ…..

ટીમ ઈન્ડિયા 2016 પછી (લગભગ 5 વર્ષ) વિરાટ-રોહિતની ગેરહાજરીમાં T-20 સિરીઝ રમવા જઈ રહી છે. છેલ્લીવાર ઈન્ડિયન ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ઝીમ્બાબ્વે વિરુદ્ધ 3 મેચની T-20 સિરીઝ રમી હતી. જેમા કોહલી અને રોહિત બંને ટીમની પ્લેઇંગ-11માં સામેલ નહોતા. ઈન્ડિયા ટૂર ઓફ શ્રીલંકામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં સામેલ નથી. બંને દિગ્ગજો અત્યારે ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટની સિરીઝ રમવાની તૈયારી કરી રહી છે, જે 4 ઓગસ્ટથી શરૂ થશે.

તો બીજી બાજુ ઈન્ડિયન ટીમનો પ્લાન પણ સ્પષ્ટ રહેશે કે તે આગામી T-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પોતાની પ્લેઇંગ-11ની પંસદગી કરશે. જેમાં વધુમાં-વધું યુવા ચહેરાને તક આપી વર્લ્ડ કપ જીતવાની તૈયારીઓ કરાશે.

વનડે મેચના પ્રદર્શનને જોતા T-20 સિરીઝમાં પણ શિખર ધવન અને પૃથ્વી શૉ ઓપનિંગ કરી શકે છે. બંનેની જોડીએ ટીમને એક મજબૂત શરૂઆત આપી હતી.
અટકળોઃ દેવદત્ત પડ્ડીકલનું IPL ફોર્મ જોતા એની પસંદગી થાય એવી ફેન્સ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ પૃથ્વી શૉ અને ધવનની જોડી વચ્ચે લય જામી ગઈ હોવાથી પડ્ડીકલના ઓપનર તરીકે રમવાના ચાન્સ ઘણા ઓછા જણાઈ રહ્યા છે.

શ્રીલંકા સામેની છેલ્લી 2 વનડેથી ઈન્ડિયન ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન કંઇ ખાસ પ્રદર્શન દાખવી શક્યા નથી. જેને જોતા મનીષ પાંડેના સ્થાને નીતીશ કુમારને વધુ એક તક અપાશે એવું લાગી રહ્યું છે. મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવનું સ્થાન તો ફિક્સ જ રહેશે, કારણ તે એણે વનડેમાં સારુ પ્રદર્શન દાખવ્યું હતું.

વિકેટકીપર અને ઓલરાઉન્ડરઃ ઈશાન કિશન અને સંજૂ સેમસન બંનેનું વિકેટકીપર બેટ્સમેન તરીકે સારુ પ્રદર્શન રહ્યું છે. તેવામાં આ બંનેમાંથી કોને પહેલી મેચમાં તક મળે છે એ અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. વળી ઓલરાઉન્ડરની વાત કરીએ તો હાર્દિક પંડ્યાને હજુ T-20માં તક મળી શકે છે. ભલે એનું પ્રદર્શન વનડેમાં નિરાશાજનક રહ્યું હોય પરંતુ આગામી વર્લ્ડ કપની ઈન્ટરનેશનલ સાઇડને જોતા હાર્દિકને વધુ તક અપાશે.

બોલર્સઃ અંતિમ વનડેમાં સારું પ્રદર્શન દાખવનાર ચેતન સાકરિયા ટીમમાં તક મળી શકે છે. તો બીજી બાજુ ઈન્ડિયન ટીમના બંને મહત્ત્વપૂર્ણ બોલર્સ દીપક ચહર અને ભુવનેશ્વરની જગ્યા પણ પ્લેઇંગ-11માં ફિક્સ રહેશે એવું લાગી રહ્યું છે. આ મેચમાં વરુણ ચક્રવર્તીના IPL પ્રદર્શનને જોતા લાગે છે કે એને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

ઈન્ડિયન ટીમઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, નીતીશ રાણા, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, ચેતન સાકરિયા, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર

549 Replies to “આજે વલ્ડ કપ પેહલા ની છેલ્લી T-20 સિરીઝ આવી રણનીતિ થી ઉતરશે મેદાન માં – જુઓ અહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *