fact INDIA

કોહલી ની બેટિંગ જોઈ ને ઈશાન અને અય્યર ના હોશ ઉડી ગયા – જાણો અહી

ICCએ ઇનસ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં વિરાટ નેટ પ્રેક્ટિસ દરમિયાન શાનદાર શૉટ ફટકારતો નજરે પડી રહ્યો છે. યુવા ઇશાન અને શ્રેયસ અય્યર તેને જોતાં જ રહી ગયા છે. આ દરમિયાન વિરાટ એવા શાનદાર શૉટ લગાવે છે કે ઇશાનના મોઢા ખુલ્લાને ખુલ્લા જ રહી જાય છે. બાદમાં તે જોરથી બોલે છે-શૉટ.

ભારત કોઈપણ કિંમતે 31 ઓક્ટોબરની મેચ જીતવા માંગશે, કારણ કે આ મેચમાં હારથી તેનો સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો બંધ થઈ શકે છે. સમગ્ર ટીમ આ અંગે ગંભીર છે અને તમામ ખેલાડીઓ નેટ પર પુષ્કળ પરસેવો પાડી રહ્યા છે. ગુરુવારે પ્રેક્ટિસ સેશનમાં જુદા જુદા ખેલાડીઓ માટે નાના સેશન રાખવામાં આવ્યા હતા.

જ્યારે કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ટીમના યુવા ખેલાડી ઈશાન કિશન અને શ્રેયસ અય્યર પાછળ બેસીને તેની સ્ટાઈલ જોઈ રહ્યા હતા અને તેને ફોલો કરી રહ્યા હતા. બેટિંગ દરમિયાન વિરાટે એક પછી એક શોટ રમ્યો.

ટીમના યુવા ખેલાડીઓ માટે વિરાટ કોઈ રોલ મોડલથી ઓછો નથી. દરેક વ્યક્તિ તેના જેવા રમવા અને બનવા માંગે છે. વીડિયો પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતીય ક્રિકેટની યુવા પેઢી વિરાટ કોહલીની રમતને કેટલી પસંદ કરે છે?

જો કે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ઈશાન કિશનને પણ તક મળી શકે છે, પરંતુ શ્રેયસ અય્યરને રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. તેમને ત્યારે જ તક મળશે જ્યારે કોઈ બેટ્સમેન ઈજાગ્રસ્ત થઈને બહાર થશે.

6 Replies to “કોહલી ની બેટિંગ જોઈ ને ઈશાન અને અય્યર ના હોશ ઉડી ગયા – જાણો અહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *