GUJARAT

વાહ પોલીસ! ગુજરાતમાં પહેલી જ વાર બની આ ઘટના, જાણો

ગુજરાત રાજ્યના ઇતિહાસમાં દુષ્કર્મના કેસમાં આ સૌથી ઝડપી ચુકાદો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગત તા.12/10/2021ના રોજ બનાવ બન્યો હતો. કેસમાં આરોપીના 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. પોલીસ તરફથી 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.

જિલ્લા સરકારી વકીલને પ્રોસિક્યુશનના અસલ કેસ કાગળો તા.22/10ના રોજ આપવામાં આવ્યા હતા. જ્યારે 23 અને 24/10ના બે રજાના દિવસમાં આખી મેટર તૈયાર કરી 25/10ના રોજ સદર કેસમાં ચાર્જ તથા દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ નામ, એડીશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.3 સાક્ષીઓની ઓળખ પરેડ કરાઈ હતી.તેમજ 60 સાક્ષીઓના 164 મુજબના નિવેદન સાથે કોર્ટમાંચાર્જશીટ રજૂ થઈ હતી.

આ કેસમાં 29/10 સુધીમાં સંપૂર્ણ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટનો પણ આ કેસમાં સંપૂર્ણ સહકાર મળ્યો હતો. અગાઉ નારાયણ સાંઇના કેસમાં રિમાન્ડ વખતે કોર્ટ રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહી હતી. હાલનો કેસ ઝડપી ચલાવવાનો હેતુ ગુનેગારોમાં ડર પેદા થાય, ભોગ બનનારને ઝડપી ન્યાય મળે અને સમાજમાં એક કડક દાખલો બેસે તે હેતુ ધરાવતો હતો. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ વી. કે. વ્યાસ તથા એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ પી. એસ. કાલાની કોર્ટ રાત્રે 12 કલાક સુધી ખુલ્લી રાખવા માટે હકારાત્મક સહકાર મળેલો છે.

ફરીયાદપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલનાઓએ દલીલ કરી હતી કે આરોપીને મહત્તમ સજા થાય તે માટે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરી હતી.સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં કલમ પ્રમાણે 363 પ્રમાણે ગુન્હા સબબ સાત વર્ષની સાદી કેદ અને અને 1 હજારનો દંડ, ઇ.પી.કો.ક.307 ગુન્હા સબબ પાંચ વર્ષની સાદી કેદ અને હજારનો દંડ, ઇ.પી.કો.ક.323 ગુન્હા સબબ એક વર્ષની સાદી કેદ અને હજારનો દંડ,ઇ.પી.કો.ક.376-એ-બી ગુન્હા સબબ આજીવન (જીંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા) અને એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.

22 Replies to “વાહ પોલીસ! ગુજરાતમાં પહેલી જ વાર બની આ ઘટના, જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *