INDIA

ડિસેમ્બરના પહેલા જ દિવસે પડ્યો મોટો ફટકો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો

ડિસેમ્બરના પહેલા દિવસે સામાન્ય માણસનો મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલેન્ડરની કિંમતોમાં વધારાની જાહેરાત કરી છે જે આજથી લાગૂ થઈ ગઈ છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 19 કિગ્રા કમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં આજથી 100.50 રુપિયા પ્રતિ સિલેન્ડર વધારો કર્યો છે. દિલ્હીમાં કર્મશિયલ ગેસ સિલેન્ડરની કિંમત હવે વધીને 2101 રુપિયા પહોંચી ગઈ છે.

દિલ્હીમાં 31 ઓક્ટોબર 2021એ 19 કિલો વાલા કમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમત 1734 રુપિયા હતી. જે 1 નવેમ્બરે વધીને 2000.50 રુપિયા થઈ ગઈ હતી. આ 266.50 રુપિયા વધારો હતો. આજે એટલે કે 1 ડિસેમ્બરે ફરી આમાં 100 રુપિયાથી વધારે વધારો થયો છે. હવે દિલ્હીમાં સિલેન્ડર રિફિલ કરાવવા માટે 2101 રુપિયા ખર્ચ કરવા પડશે. કમર્શિયલ સિલેન્ડરની કિંમતોમાં વધારા બાદ બહારની ખાણી પીણી મોંઘી થઈ શકે છે. આની પહેલા સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ પેટ્રોલિયમ કંપનીઓએ કમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. 19 કિલોગ્રામના કમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમત 1 સપ્ટેમ્બરે 43 રુપિયા અને 1 ઓક્ટોબરે 75 રુપિયા વધી ગયા હતા.

જો કે રાહતની વાત એ છે કે સરકારી તેલ કંપનીઓએ 14.2 કિગ્રાના સબસિડી વગરના રસોઈ ગેસ સિલેન્ડરની કિંમતોમાં વધારો નથી કર્યો. આના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. દિલ્હીમાં 14.2 કિગ્રા સબસિડી વગરના રસોઈ ગેસ સિલેન્ડરની કિંમત 899.50 રુપિયા પર યથાવત છે. કોલકત્તામાં રસોઈ ગેસ સિલેન્ડરના ભાવ 926 રુપિયા, મુંબઈમાં 899. 50 રુપિયા છે. ચેન્નાઈમાં કેટલી છે કિંમત 915.50 રુપિયા છે.

કોલકત્તામાં કર્મશિયલ ગેસ સિલેન્ડરની કિંમત 101 રુપિયા વધીને 2,174.5 રુપિયા થઈ ગઈ છે. જે પહેલા 2073.5 રુપિયા હતી. આ રીતે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કમર્શિયલ ગેસ 2051 રુપિયા થઈ ગયો છે. આ પહેલા તે 1950 રુપિયે મળતો હતો. મુંબઈમાં આની કિંમતમાં 101 રુપિયાનો વધારો થયો છે. ત્યારે ચેન્નાઈમાં 19 કિગ્રા કમર્શિયલ ગેસ સિલેન્ડરનો ભાવ 2234.50 રુપિયા થઈ ગયો. પહેલા તેની કિંમત 2133 રુપિયા હતી.

49 Replies to “ડિસેમ્બરના પહેલા જ દિવસે પડ્યો મોટો ફટકો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *