GUJARAT INDIA VADODARA

વડોદરા માં સુરત વાળી જ થઈ તીક્ષ્ણ હથિયાર વડે ગળા ના ભાગ માં હુમલો કર્યો અને પછી નસ કાપી – જાણો આખી ઘટના

વડોદરા માં સુરત વાળી જ થઈ તીક્ષ્ણ હથિયાર વડે ગળા ના ભાગ માં હુમલો કર્યો અને પછી નસ કાપી – જાણો આખી ઘટના,સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનાર સુરતમાં બનેલી ઘટના જેવી ઘટના આજે વડોદરામાં બનતા રહી ગઈ હતી.

આ ઘટનામાં 10 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યાં બાદ પાંચ માસ પહેલા છૂટાછેડા લેનાર પૂર્વ પત્નીના ઘરે ધસી જઇ પૂર્વ પતિએ તિક્ષ્ણ હથિયારથી ગળામાં હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા સનસનાટી મચી ગઇ છે.

ઇજાગ્રસ્ત યુવતીને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે પૂર્વ પત્ની ઉપર હુમલો કર્યાં બાદ આપઘાતનું નાટક કરનાર યુવાનની બાપોદ પોલીસે અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના ખોડિયારનગરમાં રહેતા ગણપત મંગળસિંહ ખાટ અને ખોડીયાર નગર વિસ્તારમાં રહેતી નીતા (નામ બદલ્યુ છે)એ 10 વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. પરંતુ 10 વર્ષના લગ્નજીવનમાં બંને વચ્ચે અવાર નવાર ખટરાગ થતો હતો.

આથી બંને પાંચ માસ પહેલા છુટાછેડા લઇને અલગ-અલગ જિંદગી જીવવાની શરૂઆત કરી હતી. જોકે, છૂટાછેડા લેનાર નીતા શાંતિથી પોતાનું જીવન ગુજારે તે પૂર્વ પતિ ગણપત ખાટને પસંદ ન હતું. આથી તે અવાર-નવાર તેને હેરાન કરતો હતો અને તેને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.દરમિયાન બપોરે પૂર્વ પતિ ગણપત ખાટ પૂર્વ પત્ની નીતાના ઘરે ધસી ગયો હતો અને તિક્ષ્ણ હથિયારથી તેના ગળામાં જીવલેણ ઘા કરી ફરાર થઈ ગયો હતો. ખોડિયારનગર વિસ્તારમાં આવેલ જનક નગરમાં બનેલા આ બનાવે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી હતી. પૂર્વ પતિ ગણપત ખાટે તેની પૂર્વ પત્ની ઉપર હુમલો કયા કારણસર કર્યો તે અંગે બાપોદ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

57 Replies to “વડોદરા માં સુરત વાળી જ થઈ તીક્ષ્ણ હથિયાર વડે ગળા ના ભાગ માં હુમલો કર્યો અને પછી નસ કાપી – જાણો આખી ઘટના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *