GUJARAT SURAT

નવી સિવિલ ની આવી સુરત: રાત્રે દર્દીઓના વોર્ડ માં કુતરાઓ આંટા મારે છે….વિડીયો વાયરલ

નવી સિવિલ ની આવી સુરત: રાત્રે દર્દીઓના વોર્ડ માં કુતરાઓ આંટા મારે છે….વિડીયો વાયરલ,સુરત સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના બીજા માળે વોર્ડમાં શ્વાન ફરતો જોવા મળતા તંત્રની વ્યવસ્થાઓ સામે અનેક સવાલ ઉઠયા છે.

મોડી સાંજે કિડની હોસ્પિટલના બીજા માળે દર્દીઓની વચ્ચે એક શ્વાન આટાફેરા મારી રહ્યો હતો પણ નર્સિગ સ્ટાફ કે સિક્યૂરિટી ગાર્ડે પણ શ્વાનને ભગાડવાનું જરૂરી સમજ્યા ન હતા.સુરત સિવિલ અને વિવાદ એક બીજાના પર્યાય બની ગયા છે.

સારવાર સિવાય અનેક ગંભીર બેદરકારીઓ વારંવાર છતી થઈ છે. કેટલીક વખત ગાંજાના છોડો મળી રહ્યા છે તો કેટલીક વખત હોસ્પિટલના બીજા માળે દર્દીના વોર્ડમાં શ્વાનનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સિવિલના કિડની હોસ્પિટલના વોર્ડમાં હરણ્યા અને પ્રોસ્ટેટની સારવાર ખાતે એક શ્વાન ખુલ્લેઆમ ફરતો દેખાય છે.

તેણે ત્યાંથી હાંકી કાઢનારું કોઈ નથી, આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર દર્દીઓ બનાવી વાયરલ કર્યો છે. સવાલ એ છે કે શ્વાન જો દર્દી અથવા તો સાથે આવેલા સંબંધીને કરડી જાય તો જવાબદાર કોણ?

વીડિયો ઉતારનાર ત્યાં હાજર વોર્ડ બોયને કહી રહ્યો છે શું આવી રીતે દરરજો શ્વાન અંદર ઘૂસી આવે છે ત્યારે સામેથી ફક્ત માથું ધૂણાવીને તે હા જવાબ આપવાનો ઈશારો કરે છે.

હાજર સિક્યુરિટીની લાપરવાહી પણ છતી થઈ છે તેમ છતાં એકદમ સહેલાઈથી ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે આ બાબત સામાન્ય હોય તેમ કહ્યું વોર્ડમાં શ્વાન ન આવી શકે. અમે દરેક વોર્ડમાં ગાર્ડ રાખ્યા છે. તેઓ શ્વાનને અંદર આવવા દેતા નથી.

456 Replies to “નવી સિવિલ ની આવી સુરત: રાત્રે દર્દીઓના વોર્ડ માં કુતરાઓ આંટા મારે છે….વિડીયો વાયરલ

  1. medication from mexico pharmacy [url=http://mexicanph.shop/#]purple pharmacy mexico price list[/url] purple pharmacy mexico price list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *